Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

કપરાડા ભાજપમાં જુથવાદનો વિસ્ફોટ : કાર્યકરોની બે અલગ-અલગ મીટિંગ યોજાતા અનેક તર્ક વિતર્ક

કોંગ્રેસથી છેડો ફાડીને આવેલા જીતુ ચૌધરીને ટીકીટ માટે દાવેદાર દર્શાવતા બે જૂથ સામસામે

વલસાડ :કપરાડા ભાજપમાં આંતરિક જૂથવાદ હોવાનું સામે આવ્યું છે. સંગઠનના કાર્યકરોની બે અલગ-અલગ બેઠકો યોજાતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

વલસાડ કપરાડા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપાં જોડાયેલા જીતુ ચૌધરીને લીધે કપરાડા ભાજપ સંગઠનમાં બે ભાગલા થયા હોવાનું બહાર આવી રહ્યું છે. ભાજપના મોવડી મંડળે કપરાડાના નીચલા સંગઠનના કાર્યકરો કોઈ પણ પ્રકારે જાણકારી વિના કોંગ્રેસથી છેડો ફાડીને આવેલા જીતુ ચૌધરીને ટીકીટ માટે દાવેદાર દર્શાવતા કપરાડા ભાજપમાં પેટા ચૂંટણી પહેલા જ બે જૂથ પડી ગયા છે.જેમાં તાલુકા ભાજપ પ્રમુખ ગુલાબ રાઉતનું એક જૂથ તો બીજી તરફ પીઢ નેતા મધુભાઈ રાઉતનું ગૃપ પડી ગયું છે.આજે માધુભાઈ રાઉત આણી ગૃપ દ્વારા એક સંગઠન બેઠક કપરાડા ખાતે યોજાઈ હતી જેમાં તેમની સાથે ના ભાજપના જ હોદેદારો જિલ્લા ભાજપ પ્રમુખની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ હોવાનો આક્ષેપ જાહેર મંચ ઉપરથી કર્યો હતો તેમજ તાલુકા પ્રમુખે માત્ર મંડળીઓ બનાવી સ્વ વિકાસ કર્યો હોવાની વાતો કરી હતી.આવા લોકોને સહયોગ આપતા પૂર્વે ચેતતા રહેવા પણ કાર્યકરોને હાકલ કરવામાં આવી છે.

કપરાડા ધારાસભ્યની પેટા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપમાં જૂથવાદ ચરમસીમાંએ પહોંચ્યો છે.

ડો.કે સી પટેલ પણ કપરાડાને સાંસદ ફંડમાંથી કાઈ આપ્યું નથી અને જેઓ સાંસદ ફંડના કામ માંગવા ગયા હતા તેમને એમ કહ્યું હતું કે,ગુલાબભાઈ જેને કહેશે એને કામ આપવામાં આવશે. તો બીજી તરફ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુ દેસાઈ જેમણે સંગઠનને સાચવાની જવાબદારી હોય તેઓ જ કપરાડાના કાર્યકરોમાં ભાગલા પાડોને રાજકરોની નીતિ આપનાવી રહ્યા છે એવો સીધો આક્ષેપ મધુભાઈ રાઉતે કર્યો હતો.નોંધનીય છે કે,પેટા ચૂંટણી પહેલા જો ભાજપ કપરાડામાં જૂથવાદ અને પડેલા ભાગલા નહીં અટકાવે તો તેનું પરિણામ ભાજપના વિરૂદ્ધ આવી શકે છે.કારણ કે,ભાજપમાં જ અંદરો અંદર ત્રણ ભાગ અગાઉ હતા અને એમાં પણ કોંગ્રેસમાંથી ભાજપના ખોળે જીતુભાઇ આવી જતા તેનું જુઠબંધી વધુ ઉગ્ર બની છે.

(2:26 pm IST)