Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા કેસમાં નવો વળાંક : પલ્લવી રાવનો ચોંકાવનારો ખુલાસો:

ગૌરવ દહિયા દ્વારા લીનુ સીંગ અને કુલદિપ દિનકર સામે ફરીયાદ નોંધાવતા બન્ને ભુગર્ભમાં ઉતરી ગયા

ગાંધીનગર: ગત જૂલાઇ-2019માં દિલ્હીની રહેવાસી લીનુ સીંગે આક્ષેપો ગુજરાતના આઇ.એસ ડો. ગૌરવ દહિયા સામે આક્ષેપો કરતા તેઓને ફરજ પરથી મોકુફ કરવામા આવ્યાં હતા. જે બાદ દિલ્હીના માગલવીયા નગર પોલીસ સ્ટેશન ખાતે તપાસ હાથ ધરવામા આવતા કેટલાક ઘટસ્ફોટ થયા હતા. જેમાં લીનુ સીંગ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા હોવાનુ જણાઇ આવતા આ ફરીયાદ દફતરે કરવામાં આવી હતી.

ગુજરાતના સસ્પેન્ડેડ આઇ.એસ ડો. ગૌરવ દહિયા સામે થયેલા આક્ષેપો મામલે સમગ્ર રાજ્યમાં ચરકચાર મચી જવા પામી હતી. તેવામાં આ મામલે લાંબા સમય બાદ એક નવો વળાંક આવ્યો છે. જેની વિગત એવી છે કે, સસ્પેન્ડેડ આઇ.એસ ગૌરવ દહિયા સામે દિલ્હીની લીનુ સીંગ દ્વારા કરવામા આવેલા આક્ષેપો અંગે દિલ્હીના માલવીયા નગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાઇ હતી. જેની સામે ડો. ગૌરવ દહિયાએ તેમની પાસે લીનુ સીંગ તથા તેના પતિ કુલદિપ દિનકર વગેરેનાઓ એક ગુનાહીત કાવત્રુ રચી નાણા પડાવતા હોવાની ફરીયાદ કરવામાં આવી હતી.

આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા લીનુ સીંગ જે પોતાને ગૌરવ દહિયા સાથે લગ્ન કર્યા હોવાનો આક્ષેપ કરી રહીં હતી, અને તે લગ્ન થકી જ બાળકીને જન્મ આપ્યો હોવાનો પણ આક્ષેપ કરી રહી હતી તે આક્ષેપો પાયાવિહોણા હોવાનુ બહાર આવ્યું હતુ. પોલીસ દ્વારા કરવામાં આવેલા તપાસમાં ગાજીયાબાદ ખાતે મેરેજ રજીસ્ટ્રારની કચેરીમાં લીનુ સીંગ અને કુલદીપ દીનકરના લગ્નનુ પ્રમાણપત્ર તેમજ લગ્ન બાબતના દસ્તાવેજી પુરાવા મળ્યા હોવાનુ સપાટી પર આવ્યું હતુ. પોલીસ તપાસમાં એવુ પણ જાણવા મળ્યું હતુ કે, લીનુ સીંગ અને કુલદીપ દીનકરના લગ્ન જીવનથી જ બાળકીનો જન્મ થયો હતો. (આ સમગ્ર વિગતો ડો. ગૌરવ દહિયાએ આર.ટી.આઇ મારફતે મેળવી હતી)

ત્યારબાદ ગૌરવ દહિયા દ્વારા લીનુ સીંગ સામે ગુનો નોંધવા ગત તા. 10 એપ્રિલ 2020ના રોજ રજુઆત કરવામાં આવી હતી. પરંતુ લોકડાઉનના કારણે તે ન થઇ શકતા ગૌરવ દહિયાએ દિલ્હી ખાતેના સાકેત કોર્ટના મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટની કોર્ટમાં ફરીયાદ કરી હતી. આ મામલની તપાસ કરનાર અધિકારી પાસેથી તપાસના પુરાવા તથા રજુ થયેલા દસ્તાવેજોને ધ્યાને લઇ ગત તા. 28 જૂનના રોજ માલવીયા પોલીસ સ્ટેશન ખાતે લીનુ સીંગ અને કુલદીપ દિનકર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસ તપાસ દરમિયાન દિલ્હી પોલીસને લીનુ સીંગના અલગ અલગ નામના ઓળખપત્રો પણ મળ્યા હતા. અને લીનુ સીંગ દ્વારા ભુતકળમાં પણ અન્ય વ્યક્તિઓને આજ પ્રકારે હેરાનગતિ કરાઇ હોવાનુ જાણવા મળ્યું હતુ. દિલ્હી પોલીસની તપાસમાં ગૌરવ દહિયા સામે કરાયેલા આક્ષેપો તદ્દન પાયોવિહોણા હોવાનુ જણાતા તેઓએ ગુજરાત સરકારને રજુઆત કરી હતી કે, તેઓ એમ.બી.બી.એસ ડોક્ટર છે અને ભુતકાળમાં એઇમ્સ હોસ્પિટલમાં દિલ્હી ખાતે તેમજ સ્વાઇન ફ્લૂ વખતે પણ ખુબ અગત્યની કામગીરી બજાવી હોવાનુ જણાવી રાજ્ય સરકારને યોગ્ય લાગે તેવી જગ્યાએ કોરોનાની મહામારીમાં ફરજ પર નીમણૂંક કરવા માટે અરજી કરી છે.

આ દરમિયાન સસ્પેન્ડેડ આઇ.એસ ગૌરવ દહિયા સામે ચાલી રહેલા ડીપાર્ટમેન્ટ ઇન્કવાયરીના કામે પલ્લવી રાવને તપાસના કામે બોલાવવામાં આવી હતી. પલ્લવી રાવે આ મામલે ચોંકવનારી વિગતો જાહેર કરતા જણાવ્યુ હતુ કે, તેઓએ દિલ્હી હાઇકોર્ટમાં લીનુ સીંગ સામે રૂ. 2.25 કરોડનો બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે. જે દાવામાં તેઓએ જણાવ્યું છે કે, લીનુ સીંગ તેમને બદનામ કરવાના હેતુથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગૌરવ દહિયા સાથે પલ્લવી રાવના લગ્ન થઇ ચુક્યાં હોવાનુ જાહેર કર્યુ હતુ. જે બાબતના તમામ પુરાવા દિલ્હી હાઇકોર્ટ સમક્ષ રજુ કરતા ગત તા. 10 જુલાઇના રોજ દિલ્હી હાઇકોર્ટ દ્વારા લીનુ સીંગ સામે સમન્સ કાઢી હુમક કર્યો છે કે, લીનુ સીંગને

આમ ગુજરાત રાજ્યના સસ્પેન્ડેડ આઇ.એસ ડો. ગૌરવ દહિયા સામે લીનુ સીંગ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં લીનુ સીંગ પોતેજ ગુનેગાર સાબીત થતા હોવાનુ પોલીસ તપાસમાં સપાટી પર આવ્યું છે. ગૌરવ દહિયા દ્વારા લીનુ સીંગ અને કુલદિપ દિનકર સામે ફરીયાદ નોંધાવતા બન્ને ભુગર્ભમાં ઉતરી ગયા છે. જ્યારે પલ્લવી રાવ દ્વારા પણ કરવામાં આવેલી કાયદેસરની કાર્યવાહીમાં દિલ્હી હાઇકોર્ટે પણ લીનુ સીંગ વિરૂધ આદેશ કરતા સમગ્ર પ્રકરણમાં એક નવો વળાંક આવ્યો છે.

(1:52 pm IST)