Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ગુજરાત સરકાર કોરોનાની વાસ્તવિક હકીકત છુપાવી સાચો મૃત્યુઆંક જાહેર કરતી નથીઃ અમિત ચાવડા

અમદાવાદ, તા.૧૫: ગુજરાત માં કોરોના નું સંક્રમણ ખુબજ વધી ગયું છે અને મૃત્યુ આંક સતત વધી રહ્યા ની હકીકત સામે મૃત્યુના આંકડા છૂપાવી સરકાર શું સાબિત કરવા માગે છે ? તે ખબર પડતી નહિ હોવાની વાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કરી હતી. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, દરેક ક્ષેત્રના આંકડા છૂપાવવામાં પારંગત ભાજપ સરકાર હવે કોરોનાથી થતા મૃત્યુના આંકડા પણ છૂપાવી રહી છે.

સરકાર દ્વારા કોરોનાથી થતા મોતના જાહેર કરાતા આંકડા ખોટો હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાવનગરમાં કોરોનાથી એકપણ મોત થયું ન હોવાનું સરકાર કહે છે, પણ વાસ્તવમાં અત્યાર સુધીમાં સામાજિક સંસ્થા દ્વારા ૫થી વધુની અંતિમ વિધિ થઇ હોવાનું બહાર આવ્યું છે. ચાવડાએ કહ્યું હતું કે, આંકડા છૂપાવીને ભાજપ સરકાર દેશ અને દુનિયા સમક્ષ શું એમ સાબિત કરવા માગે છે કે ભાજપ કોરોના સામે જોરદાર લડત આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં પણ સેંકડો લોકો મોત ને ભેટી રહ્યા છે જેનો ખુલાસો ફોટા અને વીડિયો સાથે એકતા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે અને મૃતદેહો માટે પણ કલાકો વેઇટિંગ માં લાઇન માં ઉભા રહેવું પડતું હોવાનો વિડીયો ફોટા મીડિયા ને રજૂ કરી લેટેસ્ટ માહિતી આપી છે જેના ઉપર થી સાબિત થાય કે એકલા સુરત માજ આ સ્થિતિ છે. ત્યારે કોરોના અંગેની વાસ્તવિકતા ગુજરાતમાં અંતયન્ત ચિંતાજનક હોવાનું જણાય રહ્યું છે.

(11:28 am IST)