Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

અમદાવાદમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર: 5 વિસ્તારને દૂર કરી નવા 20 વિસ્તારો ઉમેરાયા : કુલ ઝોન 210 થયા

હેલ્થ વિભાગ દ્વારા ડોર ટૂ ડોર સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે

અમદાવાદ: શહેરમાં કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યા ઘટી રહી છે,બીજી તરફ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા સતત વધી રહી છે. અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરાયેલ રિપોર્ટ મુજબ શહેરમાં 195 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન હતા, જેમાંથી 5 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારને દૂર કરવામાં આવ્યા છે. જ્યારે 20 નવા વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ અંગે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લેવાઈ રહેલા પગલાઓની સમીક્ષા માટે અધિક મુખ્ય સચિવ ડૉ રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને એક મહત્વની બેઠક મળી હતી. જેમાં ચર્ચા વિચારણા કરીને 20 નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાનો, જ્યારે 5 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટમાંથી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 માઈક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરવામાં આવેલા વિસ્તારોની યાદી
→ આસોપાલવ સોસાયટી, વટવાના 8 મકાન
→ આકૃતિ ટાઉનશિપ, નારોલના 40 મકાન
→ સૌભાગ્ય એપાર્ટમેન્ટ, થલતેજના 8 મકાન
→ શાયોના બંગલોઝ, ચાંદલોડિયાના 8 મકાન
→ સાંઈનાથ સોસાયટી, વેજલપુરના 12 મકાન

આ સિવાય નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવતા શહેરના વધુ 20 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

► નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયેલા વિસ્તારોની યાદી 

→ શાંતિનગર-ગણેશનગર, લાંભાના 25 મકાન
→ શ્રીરામ વાડી-શહજાનંદ એપાર્ટમેન્ટ, ખોખરાના 19 મકાન
→ મહાલક્ષ્મી કોર્નર, રામબાગ, મણિનગરથી 10 મકાન
→ ગગન વિહાર ફ્લેટ, શાહપુરના 175 મકાન
→સોલિટર સ્કાય, ઓઢવના 6 મકાન
→ ન્યુ કર્ણાવતી નગર, ભાઈપુરાના 12 મકાન
→ સગુન પાર્ક, ઓઢવના 10 મકાન
→ દિવ્યપ્રભા સોસાયટી, વિરાટનગરના 15 મકાન
→ મારુતિ સૃષ્ટી ફ્લેટ્સ, કુબેરનગરના 20 મકાન
→ હર્ષદ કોલોની વિ-1, ઈન્ડિયા કોલોનીના 11 મકાન
→ પાવાપુરી ફ્લેટ, ગોતાથી 24 મકાન
→ મારુતિ ઝેનોબિઆ, બોડકદેવના 24 મકાનો
→ વંદેમાતરમ પ્રાઈમ, ચાંદલોડિયાના 8 મકાન
→ મહાશક્તિ ફ્લેટ, ચાંદલોડિયાના 14 મકાન
→ પંચરત્ન સોસાયટી, રાણીપના 75 મકાન
→ સાબર વિહાર સોસાયટી, રાણીપના 44 મકાન
→ રાધે એપાર્ટમેન્ટ, પાલડીના 12 મકાન
→ શૈલી એપાર્ટમેન્ટ, વાસણાના 15 મકાન
→ રાહિલ પાર્ક સોસાયટી, ફતેહવાડીના 3 મકાન
→ નંદનવન એપાર્ટમેન્ટ, જોધપુરના 4 મકાન

આમ આ નવા જાહેર કરાયેલા 20 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં AMCના હેલ્થ વિભાગ દ્વારા ડોર ટૂ ડોર સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ દરમિયાન કોરોનાના લક્ષણ ધરાવતા શકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવશે.

(10:50 am IST)