Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

રાજ્યના 78 તાલુકામાં વરસાદ : જલાલપોરમાં 4 ઇંચ ખાબક્યો : ચોર્યાસી, બોટાદ, વલસાડ, પારડી, કપડવંજમાં બે ઇંચ વરસાદ

આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

 

ગાંધીનગર: રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 78 તાલુકમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નવસારીના જલાલપોરમાં4.1 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકમાં 2.8 ઇંચ, સુરતના ચોર્યાસી તાલુકામાં 2.71 ઇંચ, બોટાદમાં 2.4 ઇંચ, વલસાડ તાલુકામાં 2.16 ઈંચ, વલસાડના પારડીમાં 2.16 ઈંચ, ખેડાના કંપડવંજમાં 2.0 ઈંચ, સુરતના પલસાણામાં 1.81 ઈંચ અને સુરત શહેરમાં 1.8 ઈંચ વરસાદ નોંધાયો છે.

અમરેલી શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સતત ત્રીજા દિવસે અમરેલી શહેરમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. વરસાદથી ખેતરો પાણીથી તરબોળ થયા તો અનેક વિસ્તારમાં રોડ-રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા.

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી છવાયેલો રહેશે વરસાદી માહોલ. હવામાન વિભાગના મતે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દીવ-દમણ, દાદરાનગર હવેલી અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 33 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 61 ટકા, કચ્છ ઝોનમાં 79 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 20.72 ટકા, મધ્ય ગુજરાત ઝોનમાં 20.24 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 18.84 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

ચોમાસાની સિઝનમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હજી વરસાદની ખાધ છે. હવામાન વિભાગના મતે અઠવાડિયામાં બંન્ને ઝોનમાં વરસાદની ઘટ દૂર થાય તેવી સંભાવના છે. અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં વરસ્યો છે.

(12:30 am IST)
  • ઇજિપ્તની પાઇપલાઇનમાં ભીષણ આગ : ૧૭ જીવતા સળગી ગયાઃ અનેક મોટરો ભડભડ સળગી ગઇઃ વિડીયો વાયરલ થયાઃ રાજધાની કાહિરાની બહારના વિસ્તારોમાંથી પાઇપલાઇન પસાર થાય છે. તેના લીધે હાઇ-વે ઉપરની અનેક મોટરો પલકારામાં સળગી ગઇ access_time 2:48 pm IST

  • કાલે ભારે વરસાદની આગાહી : રેડ એલર્ટ : કચ્છ,સૌરાષ્ટ્ર,ગુજરાત ઉપર જબરજસ્ત વાદળો છવાઈ ગયા છે,આજે પણ સંખ્યાબંધ જગ્યાએ વરસાદના વાવડ access_time 11:28 pm IST

  • કોરોનાનો મૃત્યુદર દેશમાં ઝડપભેર ઘટી રહ્યો છે: અત્યારે દેશનો રાષ્ટ્રીય COVID મૃત્યુ દર 2.6 ટકા છે અને તે ઝડપથી ઘટી રહ્યો છે: આરોગ્ય મંત્રાલય access_time 8:09 pm IST