Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

GSRIના તબીબોની ૬ કલાકની જટીલ સર્જરી

સર્જરી કરી દર્દીને પીડામુક્ત કર્યો

અમદાવાદ,તા.૧૪સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી જીસીઆરઆઇ હોસ્પિટલમાં કચ્છના ૫૦ વર્ષીય દિલિપસિંહ પરમારને છાતીના ભાગમાં સ્ટરનમટ્યુમર તરીકે જ્વલ્લેજ થતી બીમારી હતી.કેન્સર હોસ્પિટલના ડૉક્ટર્સ સતત કલાકની જટીલ સર્જરી કરી દર્દીને બિમારીથી રાહત અપાવી હતી. પ્રર્વતમાન સ્થિતિમાં કોરોના વાયરસને લીધે દર્દીના ઓપરેશન ડૉક્ટર્સ માટે વધુ જટીલ બન્યા છે. જીસીઆરઆઇના સર્જીકલ ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટના એસોસીએટ પ્રોફેસર ડૉ.મોહિત શર્માએ જણાવ્યું કે દિલિપસિંહને સ્ટરનમટ્યુમર એટલે કે છાતીના વચ્ચેના ભાગમાં આવેલું હાડકુ જ્યાં થયેલ ટ્યુમરને મેડીકલ ભાષામાં કોન્ડોસાર્કોમા તરીકે ઓળખવામાં આવે છે. હાડકુ શરીરના હૃદય અને ફેફસાની વચ્ચેના ભાગમાં આવેલુ હોવાથી સર્જરી ખુબ જટીલ બને છે.

           આ ઓપરેશનમાં ટ્યુમર નિકાળ્યા બાદ પુર્વવત કરવામાં સૌથી મુશ્કેલી પડે છે.જેના કારણસર દર્દીને તકલીફના પડે તે માટે ઓપરેશનમાં ટાઇટેનીયમ મેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.ટાઇટેનીયમ મેસની વિશેષતા છેકે તેના થી દર્દીને ભારે પણુ લાગતુ નથી.હૃદય અને ફેફસાના ભાગને નુકસાન થાય તે રીતે કેન્સર હોસ્પીટલના ડૉ.મોહિત શર્માના માર્ગ દર્શન હેઠળ કેન્સર સર્જનો અને એનેસ્થેસિયા લોજીસ્ટની ટીમે જટીલ સર્જરી સફળતા પુર્વક પાર પાડી દિલીપસિંહે ઓપરેશન બાદ સિવિલના કેન્સર હોસ્પિટલના સર્જનો અને સ્ટાફનો આભાર માનતા જણાવ્યું કે છાતીના ભાગમાં અસહ્ય દુઃખાવાની ફરીયાદ લઇને ૧૨ જેટલી ખાનગી હોસ્પિટલમાં ગયો પરંતુ કોઇ તૈયાર થયું છેલ્લે અમદાવાદ સિવિલ સ્થિત કેન્સર હોસ્પિટલમાં સારવાર કરવા માટે આવ્યો મારી સર્જરી કરી તે બદલ હું તબીબોનો હંમેશા આભારી રહીશ.

(10:43 pm IST)