Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

રાજપીપળા પાલીકામાં અનેક વિરોધ વચ્ચે વેરો વધારા બાદ પણ સુવિધાના નામે મીંડું

દરબાર રોડ પર એક મહિનાથી પાણીની બુમ બાદ પણ કોઈ જ સાંભરવા પણ આવતું નથી..?!

 

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા :સોમવારે પાલીકા સભા ખંડ માં વેરો વધારા મુદ્દે ઉહાપોહ થયો હતો જેમાં અમુક સદસ્યો અને અસંખ્ય ગ્રામજનો ના વિરોધ ના સુર બાદ પણ પાલીકા પાણી વેરો સહિત ના વેરો વધારો જીકયો પરંતુ સુવિધા ના નામે લાલીયાવાડી જોવા મળી રહી છે.જેમાં દરબાર રોડ પર પાણીની મોકાણ બાબતે રહીશો એક મહિના થી મુખ્ય અધિકારી સહિત લાગતા વળગતા સ્ટાફ ને ફરિયાદ કરી હોવા છતાં ઠાલા અશ્વસનો મળે છે.

દરબાર રોડ પારેખ ખડકી સહીત આસપાસ ના અમુક વિસ્તારો માં ચોમાસા માં પણ પીવાના પાણી ની તકલીફ હોય બાબતે સ્થાનિક રહીશે મુખ્ય અધિકારી જયેશ પટેલ ને ટેલિફોનિક,વોટ્સએપ ઉપર વારંવાર ફરિયાદ કરી છતાં થઈ જશે નું આશ્વાસન આપતા અધિકારી કે અન્ય સ્ટાફે ગંભીર તકલીફ બાબતે કોઈજ પગલાં લીધા નથી.ત્યારે સવાલ થાય કે ચોમાસા ની ઋતુ માં જો પીવાના પાણી ની સમસ્યા હોય તો ઉનાળા માં શુ થશે..?અને ઘણા સમય થી વેરો વધારવા થનગની રહેલા પાલીકા સત્તાધીશો કેમ પ્રજા ની ફરિયાદ બાદ એક એક મહિનો થવા છતાં પણ પગલાં લેતા નથી..? શુ તેમને ફક્ત વેરો વધારા માજ રસ છે..?દરબાર રોડ પર આવેલી પાલીકા પુસ્તકાલય માજ પાણી નો બોર આવેલો હોવા છતાં સામે ની ગલી માં જો પીવાના પાણી ની તકલીફ હોય તો અન્ય જગ્યાએ રહેતાં લોકો ની શુ હાલત હશે..?! વેરા વધારા બાદ પાલીકા તંત્ર પુરતી સુવિધા પણ આપે તેવી લોક માંગ ઉઠી છે.

 

(10:18 pm IST)