Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

પૂ. આ.ભ. ગુણરત્નસુરીશ્વરજી મ.સા. પંચમહાભૂતમાં વિલીન

પૂ. મહારાજ સાહેબ અંતિમ સમયે મહામંત્રના જાપ કરેલઃ પાલખી યાત્રામાં જય જય નંદા જય જય ભદ્રાના નાદ ગુંજયા

સુરતઃદીક્ષાદાનેશ્વરી તરીકે ધ્રુવતારક નામ એટલે આચાર્ય ભગવંત પૂજય શ્રી ગુણરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ ગઈકાલે સુરત મુકામે કાળધર્મ પામેલ ગુરુ ભગવાન ના કાળધર્મ ના સમાચાર સાંભળી જૈન સમુદાયમાં શોકનું મોજુ ફરી વળેલ.

વહેલી સવારથી જ અંતિમ દર્શન માટે શ્રાવક શ્રાવીકાઓ ઉમટી પડેલ સુરતના વેસુમાં મહાવિદેહ ધામમાં પૂજયશ્રીના અંતિમ સંસ્કાર કરવામાં આવેલ સુરતમાં સોમવાર રાતથી જ ધોધમાર વરસાદ શરૂ થઇ ગયેલ છે ગઈકાલ સાંજ સુધી સતત ચાલુ રહેલ મંગળવારે વહેલી સવારે ૩ને ૨૦ કલાકે પૂજય શ્રી કાળધર્મ પામેલ આ સમાચાર સાંભળી શોકનું મોજું ફરી વળેલ અને લોકો અંતિમ દર્શન માટે ઉમટી પડેલ કૈલાશ નગર જૈન સંદ્યના આંગણે જૈનશાસન ને પોતાની વાણી વર્તનથી ભીંજવતા દીક્ષાદાનેશ્વરી ગુણરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ  અંતિમ સમય નવકાર મહામંત્ર ના જાપ સાથે કરેલ તેમની પાલખી યાત્રા ના ચડાવવા બોલાએલ જય જય નંદા જય જય ભદ્રા ના નાદ સાથે કૈલાશ નગર થી બાબુ નિવાસની ગલી વેસુ થઈ પાલખી યાત્રા મહાવિદેહ ધામ પહોંચી હતી.

(11:27 am IST)