Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

૧૭૫૮૪ દરોડા, ૪૪૫,૬૮,૫૭૮ રૂનો પુરવઠો રાજય સાત છતા માત્ર ૭ સામે ૭ કાળા બજારના પગલા

અમદાવાદ તા ૧૫  :  રાજયમાં કેરોસીન અને અનાજના કાળાબજાર અટકાવવા બે વર્ષમાં ૧૭,૫૮૪ રેડ પાડવામાં આવી, આ રેડ દરમ્યાન ૪૪૫,૬૮,૫૭૮ રૂપિયાનો પુરવઠો રાજયસાત કરવામાં આવ્યો અને ૨,૩૧,૧૭,૦૪૩ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. તે અન્વયે માત્ર ૭ કેસમાં જ પીબીએમ એકટ (કાળાબજાર અટકાવવા) હેઠળ પગલા લેવામાં આવ્યા. રાજય સરકાર દ્વારા ગરીબોને અનાજ અને કેરોસી પુરૂ પાડવામાં પણ મોટાપાયે કાળાબજાર થઇ રહ્યા છે, તેમ છતાં પીબીએમ એકટ હેઠળ પગલાં લેવાને બદલે મામુલી દંડ કરીને કાળાબજારી કરનારને છાવરવામાં આવે છે તેમ કોંગ્રેસનો આક્ષેપ છે.

કોગ્રેસ ધારાસભ્યોએ પુછેેલા પ્રશ્નોના સરકારે આપેલ જવાબના તારણ મુજબ કાળાબજાર નિયંત્રણ ધારા હેઠળ અમરેલી-ભાવનગર જીલ્લામાં પ સામે અને વડોદરામાં ર સામે પગલાં લેવામાં આવેલ છે. અન્ય કોઇ જીલ્લામાં આવા પગલા લેવાયા નથી. ૩૩ જીલ્લાઓમાં ૨૬૪ પરવાના મોકુફ રખાયા છે, જયારે ૭૯ પરવાના રદ કરવામાં આવ્યા છે.

(3:52 pm IST)