Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

સિવિલ સર્વિસની UPSCની પ્રિલિમનરી પરીક્ષાનું પરિણામ જાહેર :ગુજરાતના 130 ઉમેદવારો પાસ

દેશમાંથી 8 લાખ કરતા વધુએ પરીક્ષા આપી : અંદાજે 12 હજાર ઉમેદવારો પાસ

અમદાવાદ : યુપીએસસીની ૨ જૂને લેવામાં આવેલી સિવિલ સર્વિસીસની પ્રિલિમનરી પરીક્ષાનુ પરિણામ જાહેર કરી દેવાયુ છે. સમગ્ર દેશમાંથી અંદાજે ૮ લાખ કરતાં વધારે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી જે પૈકી અંદાજે ૧૨ હજાર જેટલા ઉમેદવારો પ્રિલિમનરી પાસ કરવામાં સફળ રહ્યા છે. ગુજરાતમાંથી અંદાજે ૧૩૦ કરતાં વધારે ઉમેદવારો પાસ થયા હોવાની શકયતાં છે. ગુજરાતમાં સ્પીપામાંથી અંદાજે ૫૦૦થી વધારે ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત અને સ્પીપામાંથી પ્રિલિમનરી આપનારા ઉમેદવારો પૈકી કેટલા પ્રિલિમનરી પાસ થયા છે તેનો ચોક્કસ આંકડો જાહેર કરાયો નથી. પરંતુ ગતવર્ષે અંદાજે ૧૩૧ ઉમેદવારો પ્રિલિમનરી પાસ કરવામાં સફળ રહ્યા હતા. જે પ્રમાણે આ વર્ષે પણ પરીક્ષા આપનારા ૪૩૩ ઉમેદવારો પૈકી ૧૩૦ કરતાં વધારે ઉમેદવારોએ પ્રિલિમનરીમાં પાસ થયા હોવાની શકયતાં છે. પ્રિલિમનરી પાસ થનારા ઉમેદવારો માટ આગામી ઓગસ્ટ માસમાં મેઇન પરીક્ષા લેવામાં આવશે.

આઇએએસ, આઇપીએસ,આઇએફએસ સહિતની સિવિલ સર્વિસીસની જુદી જુદી ૮૯૬ જગ્યાઓ માટે યુપીએસસી દ્વારા ૨ જૂનના રોજ પ્રિલિમનરી પરીક્ષા લેવામા આવી હતી. ગતવર્ષની સરખામણીમાં આ વખતે ૧૦૦ જેટલી વધુ બેઠકો માટે પરીક્ષા લેવામાં આવ હતી. આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોએ મેઇન પરીક્ષા આપવાની હોય છે. જે ઉમેદવારો મેઇન પરીક્ષા પાસ કરે તેમના માટે ફાઇનલ ઇન્ટરવ્યુ બાદ નિમણૂક કરવામાં આવે છે.

(2:24 pm IST)