Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

મહેન્દ્રસિંહ એક સપ્તાહમાં ભાજપનો ખેસ નહીં ઉતારે તો પિતા-પુત્રનો રાજકીય સબંધ પૂર્ણ : શંકરસિંહ વાઘેલાનો ધ્રુજારો

મહેન્દ્રસિંહએ પોતાના,સમર્થકો સાથે ચર્ચા કરીને પગલું ભરવું જોઈએ :લોકસભાની ચૂંટણીમાં સક્રિય થવાના બાપુએ આપ્યો નિર્દેશ

અમદાવાદ :રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડનાં પૂર્વ ધારાસભ્ય કહેવાતાં મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાતા શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજી કહ્યું હતું મહેન્દ્રસિંહે પોતાના સમર્થકો સાથે ચર્ચા કરીને પગલું ભરવું જોઈએ બાપુએ એમ પણ કહ્યું હતું કે મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા મામલે ભાજપના નેતાઓએ મારો સંપર્ક કર્યો નથીમહેન્દ્રસિંહ સામે નારાજગી વ્યકત કરતા બાપુએ કહ્યું કે, મહેન્દ્રસિંહ એક સપ્તાહમાં ભાજપનો ખેસ નહીં ઉતારે તો પિતા-પુત્રનો સબંધ પૂર્ણ થઈ જશે.

  અત્રે ઉલેલ્ખનીય છે કે શંકરસિંહ વાઘેલાએ  ઘણાં સમય બાદ પત્રકારોને સંબોધ્યાં હતાં. તેમનાં પુત્ર ભાજપમાં ગયાં બાદ તેમને પત્રકાર પરિષદ સંબોધી હતી.તેઓએ  હતું કે, મહેન્દ્રને સલાહ આપી હતી કે, મેચ્યોર પોલિટિશિયન બનો, મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા તે મામલે ભાજપનાં નેતાઓએ મારો સંપર્ક કર્યો નથી અને મહેન્દ્રસિંહનાં પર ભાજપનાં નેતાઓનું વધારે દબાણ હોવાંથી તેઓ ભાજપમાં જોડાયાં છે.

  મહેન્દ્રસિંહને શંકરસિંહે ટકોર કરી કે,કાર્યકરોનાં જોરે મોટા નેતા બની શકાય છે. હજુ મને કોંગ્રેસનાં મિત્રો કોંગ્રેસમાં આવવા માટે કહી રહ્યાં છે. મેં જયારે કોંગ્રેસ છોડી ત્યારે કાર્યકરોની આંખમાં પણ આસું હતાં અને તેમનાં ભાજપમાં જવાંથી ભાજપ એમ માને કે હું ભાજપ સાથે છું.

  બાપુએ એવો ઈશારો કર્યો હતો કે લોકસભાની ચૂંટણી પહેલાં તેઓ સક્રિય થવાનાં છે

(7:31 pm IST)