Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

અમદાવાદ: પાણીના બમણા ભાવ વસુલતી હોટલો સામે ઝુંબેશ: એકસાથે 11 હોટલો સામે ફરિયાદ નોંધાવતા રોહિતભાઈ પટેલ

કોટૅએ ઘણી હોટલોને પણ દંડ કર્યો:તોલમાપમાં પણ ફરિયાદ ટલીક હોટલને બે વર્ષ પછી દંડ ફટકારવામાં આવ્યો: ઘણી હોટલ સામે હજુ કોર્ટમાં મેટર ચાલુ

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા રોહિત પટેલે અમદાવાદની એકસાથે 11 હોટેલ વિરુદ્ધ પાણીના બમણા ભાવ લેવા અંગે ફરિયાદ કરી હતી જેમાં કેટલીક હોટેલ વિરુદ્ધ કાર્યવાહી થઈ તો કેટલાક હોટેલનો કેસ હજી ચાલે છે

 અમદાવાદમાં સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા સામાજિક કાયૅકર રોહિત પટેલએ તોલમાપ વિભાગમાં ગ્રાહકો ને ફોર / ફાઇવ સ્ટાર હોટેલ સામે ફરિયાદ કરી હતી કે હોટેલમાં મીનરલ પાણી ની બોટલ પર લખેલી M R P કરતા વધારે ભાવ લેવામાં આવે છે.તે બોટલ પર નોટ ફોર રિટેલ સેલ લખ્યું હોય છે, આમ છતાં ગ્રાહક પાસેથી પૈસા લીધા હતા. આ અંગે રોહિત પટેલ દ્વારા શહેરની 11 હોટેલો સામે વર્ષ 2015માં તોલમાપ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી.

જે બાદ વારંવાર ફરિયાદ કર્યા પછી કેટલીક હોટલને બે વર્ષ પછી દંડ ફટકારવામાં આવ્યો હતો છતાં પણ ઘણી હોટેલની સામે ફરિયાદ કર્યા ને છ વર્ષ થયા છતાં હજુ કોટૅ મેટર ચાલતી હોવાનું તોલમાપ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું.

આ અંગે રોહિત પટેલના કહેવા પ્રમાણે દરેક હોટલો ને કેટલો દંડ કર્યો તેની મેં R T I કરી હતી ત્યારે તેનો જવાબ મને મળ્યો છે. વધુમાં જણાવતાં કહે છે કે મેં આ 11 હોટેલો સામે આ વિશે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ ( ગ્રાહક કોટૅ) મા પણ ફરિયાદ કરી હતી.

તો કોટૅએ ઘણી હોટલો ને પણ દંડ કર્યો હતો. આમ મારી પાંચ વર્ષની ઝૂંબેશથી અત્યારે લગભગ બધીજ હોટલોવાળા પાણીની બોટલ પર લખેલી MRP મુજબ ભાવ લેતા થઇ ગયા છે તેથી મારી મહેનત સફળ થઇ છે, તેનો મને આનંદ થયો છે. જે બાદ તેઓ દરેક ને સાવચેત રહેવા અંગે જાણ કરે છે.

(12:27 am IST)