Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

એસપી સ્વામી અને ઘનશ્યામ સ્વામીને તડીપારના હુકમ સામે હાઇકોર્ટ દ્વારા સ્ટે

બોટાદ, રાજકોટ, અમરેલી સહીત 6 જિલ્લામાં હતો તડીપારનો હુકમ

અમદાવાદ : ગઢડા ગોપીનાથ મંદિર હંમેશાથી વિવાદથી ઘેરાયેલા હોય છે હાલમાં આ ગઢડા ગોપીનાથ મંદિરના ભૂતપૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી અને ઘનશ્યામ સ્વામીને બોટાદ જિલ્લાના સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 6 જીલ્લામાંથી તડીપાર કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો

નાયબ કલેક્ટરે સ્વામીને બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને અમદાવાદ એમ 6 જિલ્લામાંથી બે વર્ષ માટે તડીપાર કરવા નોટીસ આપી હતી.

મેજિસ્ટ્રેટના હુકમ વિરુદ્ધ સ્વામી દ્વારા ગુજરાત હાઈ કોર્ટમાં સ્ટે માટે અરજી કરવામાં આવી હતી. ગુજરાત હાઈ કોર્ટ દ્વારા આચાર્ય પક્ષના હરિભક્તો માટે સારા સમાચાર આવ્યાં છે. હાઈકોર્ટ દ્વારા હુકમ વિરુદ્ધ સ્ટે આપવામાં આવ્યો છે. HCએ DYSP, ના.કલેક્ટર, ગઢડા PSIને હાજર રહેવા હુકમ કર્યો છે. તો સાથે તડીપાર કરવા માટેના શુ કારણ તે જણાવવા પણ આદેશ આપ્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે એસપી સ્વામી વિરૂદ્ધ 2007ના જુનો કેસ અને લોકડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

(11:59 pm IST)