Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

હવે તમામ ધારાસભ્યોએ દિવસ દરમિયાનની કામગીરીનો પાર્ટીને સોંપવો પડશે રિપોર્ટ : વિધાયકદળની બેઠકમાં નિર્ણય

કામગીરી કે વિકાસની કામગીરીનો રિપોર્ટ ફોટો અને વિડીયો સાથે કમલમ જમા કરાવવો પડશે

ગાંધીનગર વિધાસભામાં ભાજપના ધારસભ્યોની બેઠકમાં પાર્ટીની કામગીરી અંગે મહત્વના નિર્ણય કરાયા છે. તમામ ભાજપના ધારાસભ્યોએ પોતાની કામગીરીનો રિપોર્ટ પાર્ટીમાં રજૂ કરવો પડશે. દિવસ દરમિયાનની કામગીરીનો રિપોર્ટ આપવો પડશે.

ધારાસભ્યોએ કોરોના કામગીરી કે વિકાસની કામગીરીનો રિપોર્ટ આપવો પડશે. અને આ રિપોર્ટ ફોટો અને વિડીયો સાથે કમલમ જમા કરાવવો પડશે. મહત્વનું છે કે, 2022ની ચૂંટણીને લઈ ભાજપની કામગીરી શરૂ થઈ ચૂકી છે.

તો ભાજપ ધારાસભ્યોની બેઠકને લઇ બીજા વધુ એક સમાચાર સામે આવ્યા છે. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ધારાસભ્યો સાથે બેઠક કરશે. તમામ ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરશે. આ નિર્ણય પણ ભાજપના ધારાસભ્યની બેઠકમાં લેવાયો છે. વિધાનસભા વિસ્તારના પ્રશ્નો અંગે ચર્ચા કરશે.ગ્રાઉન્ડ સ્તરે પક્ષને મજબૂત બનાવવા સૂચનો અપાશે.

બેઠક વચ્ચે વધુ એક નિર્ણય સામે આવ્યો છે. જેમાં ભાજપ તમામ ધારાસભ્યને ટેબ્લેટ ફ્રીમાં આપશે. ભાજપ રૂ.66 લાખના ખર્ચે ટેબ્લેટની ખરીદી કરશે. સરકારની કામગીરીના પ્રચાર પ્રસાર માટે ટેબ્લેટ અપાશે. સિનિયર નેતાઓને પણ ભાજપ તરફથી મળશે ટેબલેટ. કોરોનાની કામગીરી, વાવાઝોડાની કામગીરી અંગે પણ પ્રચાર કરશે. ધારાસભ્યો સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરશે. ધારાસભ્ય દળની બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જાહેરાત કરી છે.

(11:55 pm IST)