Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

નાના રાયપરા ગામ પાસે મોટર સાઇકલ પર આવતા પિતા પુત્રને હાઈવા ટ્રકે ટક્કર મારતા ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકના નાના રાયપરા ગામ પાસે એક હાઈવા ટ્રકના ચાલકે સાઇકલ પર આવી રહેલા પિતા પુત્રની સાઇકલને પાછળ થી ટક્કર મારી ઇજાઓ કરી ટ્રક મૂકી ચાલાક નાસી છૂટ્યો હતો
 આ અંગે મળતી માહિતી મુજબ રાકેશકુમાર ઉમંગભાઈ કાછીયા (રહે. કાછીયાવાડ અંબામાતાના મંદિર પાસે રાજપીપલા) ની ફરીયાદ અનુસાર તેઓ તેમના દીકરા સ્મિતકુમાર સાથે માંડણ ગામેથી આવતા હતા તે વખતે તેમની મોટર સાયકલની પાછળથી એક હાઈવા ટ્રક નંબર GJ-05- BX-0636 નો ચાલક પુર ઝડપે ટ્રક હંકારી લાવી ઇજા કરી શિવશકિત હોટલ પાસે ગાડી મુકી નાશી ગયો હતો, રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે

(11:10 pm IST)