Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર શોનાં સમયમાં ફેરફાર કરાયો.

રાત્રીનાં ૮.૦૦ કલાકે પ્રોજેકશન મેપિંગ શો (લેસર શો) શરૂ કરાશે.

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાંજના સમયે પ્રોજેકશન મેપિંગ શો (લેસર શો) અત્રે આવનાર પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ પૈકી એક છે.સામાન્ય રીતે સાંજે ૭.૦૦ કલાકે પ્રવાસીઓ માટે આ શો શરૂ કરવામાં આવે છે, ઉનાળાની ઋતુને ધ્યાને લેતા અગાઉ આ સમય સાંજે ૦૭.૩૦ નિર્ધારિત કરાયો હતો, ઉનાળાની સિઝનમાં દિવસ લાંબો થતો જાય છે,જેના કારણે SOUADTGA દ્રારા પ્રોજેકશન મેપિંગ શો (લેસર શો)નો સમય રાત્રે ૦૮.૦૦ કલાકથી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
 અત્રે ઉલ્લેખનીય છે કે, અત્રે પ્રોજેકશન મેપિંગ શો (લેસર શો) માટેની લાઇટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે  છે અને તેની લેસર શક્તિશાળી છે. પ્રોજેકશન મેપિંગ શો (લેસર શો) સંપૂર્ણ અંધારૂ હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય તેમ હોય અત્રેની કચેરીથી આવનાર પ્રવાસીઓના લાભાર્થે આ નિર્ણય કરવામાં આવ્યો છે

(11:05 pm IST)