Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

અમદાવાદીઓ વેક્સિન લેવા અને બગાડવા બંનેમાં અવ્વલ

વેક્સિનેશન વધે છે તેમ બગાડ પણ વધે છે : અમદાવાદમાં હજુ સુધી ૨૪૪૧૧૧૧ રસીના ડોઝ અપાયા

અમદાવાદ, તા. ૧૫ : સ્માર્ટસિટી અમદાવાદમાં હાલમાં કોરોના સામે જંગ જીતવાના હેતુથી રસીકરણ અભિયાન જોરશોરથી ચાલી રહ્યુ છે. રાજ્ય સરકારે ૧૮ થી ૪૪ વર્ષના વયજુથ માટે રસીનો વધુ જથ્થો ઉપલબ્ધ કરાવ્યા બાદ વેક્સીન લેનાર નાગરીકોની સંખ્યા અને ડોઝની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જે અંતર્ગત અમદાવાદમાં અત્યાર સુધી ૨૪૪૧૧૧૧ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.

રાજ્ય સરકારે લી મેથી ૧૮ થી ૪૪ વય જુથ માટે વેક્સીનેશનની શરૂઆત કરી હતી. પ્રાથમીક તબક્કે મુખ્ય શહેરોમાં ૧૮ થી ૪૪ વય જુથના લોકોને વેક્સીન આપવામાં આવતી હતી. વેક્સીન માટે ઓનલાઇન બુકિંગ રાખવામાં આવ્યુ છે. પરંતુ વેક્સીના સ્લોટ ક્યારે ખુલે છે અને કયારે બંધ થાય છે તે અંગે મોટાભાગના નાગરીકો અજાણ છે. મ્યુનિસિપલ સુત્રોના જણાવ્યુ મુજબ વેક્સીન માટે દૈનિક ૩૨૦૦૦ સ્લોટ ખુલ્લા મુકવામાં આવે છે, જેની સામે ૨૯૫૦૦ જેટલા સ્લોટ બુક થાય છે. પરંતુ તેમાંથી ૧૫ ટકા લોકો વેક્સીન લેવા આવતા નથી. કોરોના વેક્સીનની એક વાયલમાં ૧૦ ડોઝ હોય છે.

રસીનુ વાયલ તોડ્યા બાદ તેનો સંપુર્ણ વપરાશ થાય તો તેને ફેંકી દેવાની ફરજ પડે છે. ઓનલાઇન બુકિંગના કારણે દૈનિક ૧૫ ટકા બુકિંગ કેન્સલ થતા હોય છે. આવા સંજોગોમાં વેક્સીન વેસ્ટેજ થાય છે. જેના કારણે થી હજાર ડોઝનો બગાડ થઇ રહ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી મજુબ એએમસી દ્વારા પાછલા સપ્તાહ ( જુન થી ૧૧ જુન) દરમ્યાન ૧૭૭૪૯૯ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા હતા. જે પૈકી ૧૮ થી ૪૪ વયજુથ માં ૧૪૯૮૪૯ ડોઝ લગાવવામાં આવ્યા હતા. જેની દૈનિક સરેરાશ ૨૧૪૦૭ ડોઝ આવે છે. જ્યારે કે ઓનલાઇન બુકિંગ અંતર્ગત ૨૯૫૦૦ સ્લોટ બુક થયા હતા. આમ છેલ્લા સપ્તાહ દરમ્યાન ૮૦૯૩ સ્લોટ રદ્દ થયા હતા. જેથી વેક્સીનનો બગાડ થઇ રહ્યો હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.

શહેરમાં વેક્સીનના ૨૪૪૧૧૧૧ ડોઝ લગાવવામાં આવ્યા છે. જે પૈકી પ્રથમ ડોઝમાં ૧૯૯૬૮૬૦ અને બીજા ડોઝ તરીકે ૪૪૪૨૫૧ નાગરીકોએ રસી લીધી છે. જેમાં હેલ્થ વર્કરોની કેટેગરીમાં ૧૭૬૨૬૭, ફ્રન્ટલાઇન વર્કર તરીકે ૨૫૬૮૨૦ લોકોએ રસી લીધી છે. ૧૮ થી ૪૪ વયજુથમાં ૮૬૫૭૧૬, ૪૫ થી ૬૦ વયજુથમાં ૫૮૪૬૪૭ તેમજ ૬૦ થી વધુના વયજુથમાં ૫૫૭૬૬૧ નાગરીકોએ રસી લીધી છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ઓનલાઇન બુકિંગ બંધ થાય અને સ્પોટ રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવે, તો રસીનો બગાડ થતો અટકાવી શકાય તેમ છે.

(9:56 pm IST)