Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

બનાસકાંઠાના મેમદપુરા ગામનો જવાન શહીદ : ગ્રામજનોએ સ્વયંભૂ બંધ પાળી શ્રદ્ધાંજલિ આપી

શહીદ જવાનને ગાર્ડ ઑફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ :સમગ્ર ગામ હિબકે ચડ્યું

પાલનપુર: દેશની રક્ષા કરવા માટે સૈનિકો પોતાના જીવની પરવાહ કર્યા વિના ફરજ બજાવી રહ્યાં છે, ત્યારે ગુજરાતના એક પુત્રએ પણ માભોમની રક્ષા કરતાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વડગામના મેમદપુર ગામનો જવાન ફરજ બજાવવા દરમિયાન શહીદ થઈ ગયો હતો. શહીદ જવાનનો મૃતદેહ જ્યારે ગામમાં લઈને અવાયો, ત્યારે સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. શહીદ જવાનનો ગાર્ડ ઑફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી, જેને જોઈને સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું.

મેમદપુરા ગામમાં રહેતા આર્મી જવાન જશવંતસિંહ રાઠોડના શહીદ થવાના સમાચાર મળતા જ તેમના પરિવારમાં આઘાતમાં સરી પડ્યો હતો. જશવંતસિંહ જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતા હતા અને છેલ્લા 10 વર્ષથી આર્મીમાં કામ કરી રહ્યા હતા. જમ્મુમાં જ્યારે તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે લેન્ડસ્લાઈડના તેમનું મોત થઈ ગયું હતું.

30 વર્ષના જશવંત સિંહના પિતા પણ સેનામાં જ હતા, જેના કારણે તેમણે પણ આર્મી જોઈન કરી હતી. જશવંતના મૃત્યુના સમાચાર સાંભળીને ગામલોકો દ્વારા સ્વયંભૂ બંધ પાળીને શહીદને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

(10:42 pm IST)