Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ગુજરાતના ધારાશસ્ત્રીઓને કોરોના મહામારીના સમયમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવા આમ આદમી પાર્ટીની માંગ

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત

અમદાવાદ : ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ રાજ્યના ધારાશાસ્ત્રીઓને કોરોના મહામારી સમયની રાહત (પેકેજ) આપવા લેખિત રજુઆત કરી છે

આ રજુઆતમાં જણાવે છે કે. સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારી 22 મી માર્ચ 2020 થી શરૂઆત થયેલ અને જે અત્યાર સુધી ચાલુ જ છે અને 22 મી માર્ચ 2020 થી જ રાજ્યની તમામ કોર્ટ સદંતર બંધ થઈ ગયેલ જેથી ધારાશાસ્ત્રી શ્રીઓની આવક પણ સદંતર બંધ થઈ ગયેલ અને છેલ્લા દોઢ વર્ષથી લગભગ તમામ ધારાશાસ્ત્રી શ્રીઓ બેકાર બેઠા છે અને કોઈ પણ જાતની આવક રહી નથી અને વધુમાં અત્યારે 457 જેટલા ધારાશાસ્ત્રી શ્રીઓએ પોતાની સનદ પણ જમા કરાવી દીધેલી છે અને તેઓ હાલ લારી કે પાનના ગલ્લા ચલાવવા લાગ્યા છે. ગુજરાત સરકારને સમસ્ત ધારાશાસ્ત્રીશ્રીઓ માટે આમ આદમી પાર્ટીની લીગલ સેલ દ્વારા એવી રજૂઆત કરેલ.

આમ આદમી પાર્ટીના લીગલ સેલ દ્વારા ધારાશાસ્ત્રીશ્રીઓની મુખ્યતે માંગણીઓ નીચે મુજબ છે….

ઘર અથવા ઓફિસ બંને માથી કોઈ પણ એક જગ્યા કે જ્યાંથી ધારાશાસ્ત્રીઓ ઓફિસનું કામકાજ કરતા હોય તે જગ્યાના પ્રોપટી ટેક્સ તથા પ્રોફેશનલ ટેક્સ મે માફી આપવા માંગણી કરેલ છે..

(8:04 pm IST)