Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

વડોદરામાં પિતાના અવસાનથી ચિંતામાં આવી પુત્રીએ ઝેરગટગટાવી જીવનલીલા સંકેલી લીધી

વડોદરા: શહેરમાં પિતાના અવસાનથી વ્યથિત  પુત્રીએ પણ ઝેરી દવા  પીને જીવન ટૂંકાવી દીધુ  હતું. ેઅંગે પાણીગેટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડભોઇ રોડ પર જલારામનગરમાં રહેતી મોનિકા જીવણભાઇ રાઠવા (..૨૪) બી. .સુધીનો અભ્યાસ  કર્યો છે.તેના  પિતા  કોલેજમા અધ્યાપક તરીકે નોકરી કરતા નિવૃત્ત થયા હતા.થોડાસમય પહેલા તેના  પિતાનું અવસાન થયુ હતું.પિતાના મોતના કારણે મોનિકાને ભારે આઘાત લાગ્યો હતો.અને તે  દુખી રહેતી હતી.ગત તા.૧૨ મી ના રોજ તેણે પિતાના ઘરે ઝેરી દવા પી લીધી  હતી.ઝેરી દવા પીધા પછી તેને ઉલટીઓ શરૃ થતા નાના ભાઇએ  અંગે માતાને જાણ કરી હતી.માતા સારવાર માટે પુત્રીને સયાજી હોસ્પિટલમાં  લઇ  ગઇ  હતી.પરંતુ,બે દિવસની ટૂંકી સારવાર બાદ મોનિકાનું મોત થયુ છે.બનાવની જાણ પાણીગેટ પોલીસને કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મોનિકાએ કોઇ અંતિમચિઠ્ઠી લખી નથી.અને તેના મોબાઇલની પણ ચકાસણી પોલીસે હાથ ધરી છે.મોનિકાએ આપઘાત કરતા પહેલા મોબાઇલ પર કોઇ મેસેજ કર્યો હતો કે કેમ ?તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.મોનિકાને સાસરીમાં કોઇ તકલીફ નહી હોવાનું પોલીસે જણાવ્યું છે.

(6:21 pm IST)