Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ગાંધીનગર જિલ્લાના કલોલમાં મકાનને નિશાન બનાવી તસ્કરોએ 2.93 લાખની તસ્કરી કરી

ગાંધીનગર:જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહયો છે ત્યારે કલોલના રેલવે પૂર્વમાં આવેલી ઓમ રેસીડેન્સીમાં ગઈરાત્રે તસ્કર ટોળી ત્રાટકી હતી. વસાહતના મકાન નં.૬૬માં રહેતા અને જીએમડીસી ખાતે ડ્રાઈવર તરીકે નોકરી કરતાં શૈલેષકુમાર દીનેશભાઈ મકવાણાએ ફરીયાદ નોંધાવી હતી કે ગઈકાલે રાત્રે તેઓ પરિવાર સાથે બહાર સુઈ રહયા હતા અને ઘરને લોક માર્યું હતું. આજે સવારના સમયે તેમના બહેન ઘરનું તાળું ખોલીને ઉપર જતાં રૃમનો દરવાજો અંદરથી બંધ હતો ત્યારબાદ તેમના પિતાએ પાછળની બારીમાંથી પ્રવેશ કરીને દરવાજો ખોલ્યો હતો. મકાનમાં જોતાં તિજોરી તુટેલી હાલતમાં હતી અને તેમાં રોકડા .૭૫ લાખ તેમજ સોનાચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું જણાયું હતું. જેથી મામલે કલોલ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને .૯૩ લાખની ચોરીનો ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી હતી. ગ્રામ્ય વિસ્તારો બાદ શહેરોમાં પણ તસ્કરોએ હાથસાફ કરવાનું શરૃ કર્યું છે ત્યારે પોલીસે પેટ્રોલીંગ વધારવાની પણ તાતી જરૃરીયાત ઉભી થઈ રહી છે.

(6:06 pm IST)