Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ગાંધીનગરમાં આધેડ વેપારીને હનીટ્રેપમાં ફસાવી 15લાખની માંગણી કરનાર યુવતી સહીત ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર: શહેરમાં ઝેરોક્ષની દુકાન ધરાવતાં એક આધેડ વયના વેપારીને યુવતિએ વોટસએપના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી સે-૧૬ની હોટલમાં લઈ જઈને વેપારી સાથે અંગત પળોનો વીડીયો ઉતારી લીધો હતો અને ત્યારબાદ સાગરીતો સાથે મળીને વેપારીને ધાકધમકી આપીને વીડીયો વાઈરલ કરવાથી અથવા તો બળાત્કારની ફરીયાદ કરવાની ધમકી આપીને ૧પ લાખ રૃપિયાની માંગણી કરી હતી. જો કે ડઘાઈ ગયેલા વેપારીએ આખરે સંદર્ભે મિત્રોને જાણ કરતાં સે-ર૧ પોલીસ મથકમાં યુવતિ સહિત ચાર શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.   હાલમાં યુવાનો અને આધેડ વયના પુરુષોને પ્રેમજાળમાં ઉતારી યુવતિઓ દ્વારા હનીટ્રેપમાં ફસાવીને અંગત પળોનો વીડીયો ઉતારીને રૃપિયા પડાવવાનો ટ્રેન્ડ ચાલી રહયો છે. અમદાવાદમાં આવી સંખ્યાબંધ ઘટનાઓ બની છે ત્યારે હવે ગાંધીનગરમાં પણ ઝેરોક્ષના વ્યવસાય સાથે સંકળાયેલા આધેડ વયના વેપારીને હનીટ્રેપમાં ફસાવીને તોડ કરવાના પ્રયાસની ઘટના બહાર આવી છે. અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરમાં કામ કરતાં વેપારીને એક યુવતિએ બે મહિના અગાઉ વોટસએપમાં ડોકયુમેન્ટ મોકલ્યા હતા અને તેની પ્રીન્ટ કાઢી રાખવા કહયું હતું. જેના પગલે વેપારીએ કોઈ પરિચીત વ્યક્તિનો મેસેજ હશે તેમ માનીને પ્રીન્ટ કાઢી રાખી હતી. ત્યારબાદ એક યુવતિ પ્રીન્ટ લેવા આવી હતી અને તેને પોતાનું નામ પાયલ જણાવ્યું હતું. તેણીએ રૃપિયા આપ્યા હતા અને પ્રીન્ટ લઈને નીકળી હતી જો કે જતાં જતાં તે વેપારી સામે હસીને નીકળી હતી. થોડા સમય પછી યુવતિએ વેપારીને વોટસએપમાં હાયનો મેસેજ મોકલ્યો હતો અને વાતચીત શરૃ થઈ હતી. ર૦ દીવસ બાદ યુવતિએ વેપારીને મળવા માટે ઈન્ફોસીટી બોલાવ્યા હતા અને ત્યારબાદ બન્ને કારમાં બેસીને વાતો કરતાં હતા. પાયલે થોડા સમય પછી કહયું હતું કે આપણે બન્ને હોટલમાં જઈએ. જેથી વેપારી પણ લાગણીવશ થઈને યુવતિ સાથે સે-૧૬માં આવેલી હોટલ હવેલી ઈનમાં ગયા હતા. જયાં તેણીએ કહયું હતું કે હોટલમાં મારી ઓળખાણ છે તમારૃ ઓળખકાર્ડ આપો હું રૃમ બુક કરાવીશ. ત્યારબાદ વેપારીને ઉપર બોલાવ્યા હતા અને બન્ને જણા દોઢ કલાક જેટલો સમય રૃમમાં રોકાયા હતા અને સમયે યુવતિ પાયલે તેમની અંગત પળોનો વીડીયો ઉતારી લીધો હતો. કોરોનાના કારણે આંશિક લોકડાઉન શરૃ થતાં યુવતિ સાથે વેપારીનો સંપર્ક થયો નહોતો. દરમ્યાનમાં ર૦ દીવસ પહેલા વેપારી ઉપર એક યુવાનનો ફોન આપ્યો હતો અને તેણે પોતાની ઓળખ વનરાજ તરીકે આપી હતી અને કહયું હતું કે તમે પાયલ સાથે ખરાબ કામ કર્યું છે તેનો વીડીયો મારી પાસે છે. તું ૧પ લાખ રૃપિયા આપ નહીંતર વીડીયો સોશ્યલ મીડીયામાં વાઈરલ કરી દઈશ. જેથી વેપારી ડઘાઈ ગયા હતા અને ફોન કટ કરી દીધો હતો. પાયલ અને તેના મળતીયા વનરાજ તેમજ અન્ય લોકોએ અવારનવાર ફોન કરીને વેપારીને પૈસાની માંગણી કરી ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું જેથી વેપારીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. છેવટે વેપારીએ મિત્રોને જાણ કરતાં વેપારીને હિંમત આપવામાં આવી હતી અને આખરે સે-ર૧ પોલીસ મથકમાં કાજલ ઉર્ફે પાયલવનરાજજય અને ભરત નામના ચાર વ્યક્તિઓ સામે ગુનાહિત ષડયંત્ર અને ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેમને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.

(6:05 pm IST)