Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

તલોદ તાલુકાના માલવણ ગામે શંકા અને અદાવતના આધારે 8 શખ્સોએ 2 લોકોને મારમારી ઇજા પહોંચાડતા હોબાળો મચી જવા પામ્યો

તલોદ:તાલુકાના માલવણ ગામ ખાતે ગત રોજ શંકા અને અદાવતના ભાગરૂપે રબારી સમાજના કુલ ઇસમોએ ક્ષત્રિય સમાજના બે વ્યક્તિઓને માર મારીલાકડી તથા ધારિયાના ઘા કરી ભારે ઇજાઓ પહોંચાડતા ગામમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. દાવા મુજબ આરોપીઓ ઇજાગ્રસ્તબનેલા ક્ષત્રિય પરિવરના સ્વીફ્ટ ગાડીનાકાચ તથા મકાનની બારી પથ્થરમારો કરીને તોડી નાખી હતી.

માલવણ ગામના જાલમસિંહ માનસિંહ ચૌહાણે તલોદ પોલીસના દફતરે નોંધાવેલી ઘટનાની ફરિયાદ અન્વયે લોહિયાળ બનેલી ઘટનાની વિગત એવી ચે કેત્રણેક માસ પૂર્વે જાલમસિંહ પોતાની સ્વીફ્ટ ગાડી લઈને ગાંભોઈથી માલવણ ઘેર આવતા હતા ત્યારે માલવણ ગામના રબારી સમાજના કમુબહેન તથા તેમના એક કુટુંબી માલવણ આવવા ઉભા હતા જેથી તેઓને સ્વીફ્ટમાં બેસાડેલ ત્યાં રૂપાલ ગામની ચોકડી નજીક દોડી રહેલ એક ટ્રેક્ટર સાથે અથડાતા અકસ્માત થયેલો જેમાં માત્ર જાલમસિંહને શરીરે ઇજાઓ ઈહતી. બાદમાં તેઓ એકલા ઘરે માલવણ આવીગયા હતા. બીજા દિવસે કમુબહેનના પતિ અમૃતભાઈ પ્રભાતભાઈ રબરી તથા બીજાઓએ બૈરાઓને કેમ તમારી ગાડીમાં બેસાડેલ તેમ કહી શંકા કરીને બોલાચાલી કરી હતી જેથી બંને પક્ષે મનદુઃખ થતાં એકબીજાને બોલવાના સંબંધ રહ્યા નહતા. દાવા મુજબ જાલમસિંહ ટ્રેક્ટર લઈને ખેચતરે જવા નીકળેલા ત્યારે એક દુકાને મસાલો ખાવા ઉભા હતા ત્યારે ગામના અમૃતભાઈ પ્રભાતભાઈ રબારીશૈલેષભાઈ બળદેવભાઈ રબારીભરત ઇશ્વરભાઈ રબારીબળદેવભાઈ પ્રભાતભાઈ રબારી તથા કોમલબેન અમૃતભાઈ રબારીનાઓ લાકડી- ધારિયાઓ સાથે જાલમસિંહ તરફ ધસી ગયા હતા ત્યારે મારના ડરથી જાલમસિંહે બચવાની કોશિષ કરી હતી પરંતુ સફળ રહ્યા નહ તા અને તેમના ઉપર લાકડીઓના ઘા ઝીંકાવા લાગ્યા હતા. અમૃતભાઈ અને શૈલેષભાઈ રબારીએ તેમના જમણા પગના ભાગે લાકડીઓના ઘા કર્યા હતા. ભરતભાઈ રબારીલલ્લુભાઈ રબારીએ જાલમસિંહના ડાબા પગ ઉપર લાકડીઓના ઘા કર્યા હતા. કોમલબહેનએ પણ હાથ અને પગમાં લાકડીઓ મારી હતી. લાકડીઓના ઘા થકી ભારે ઇજાગ્રસ્ત જાલમસિંહ ભોંય પર પટકાઈ પડયા હતા ત્યારે ધારિયું લઈ આવેલ બળદેવભાઈ પ્રતાપભાઈ રબારીએ જાલમસિંહના માથામાં ધારિયાનો જોરદાર ઘા ઝીંકી દીધો હતો. આમ થતાં ઇજાગ્રસ્ત જાલમસિંહના માથા અને પગમાંથી લોહી વહેવા માંડતા તેમનાભાઈ બાદરસિંહ છોડાવવા વચ્ચે પડયાહતા ત્યારે દોડી આવેલ વિશાલ અમૃતભાઈ રબારીએ બાદરસિંહના માથા અને શરીરના ભાગે આડેધડ લાકડીના ઘા ઝીંક્યા હતા. ઇજાઓ પહોંચાડયા બાદ ધમકી આપીને જતા જતા આવેલ ટોળાએ પથ્થરમારો કર્યો હતો લોહી નિતરતી હાલતમાં જાલમસિંહને હિંમતનગર દવાકાને લઈ ગયેલ જ્યાં ઓપરેશન સહિતની સારવાર લેવાની ફરજ પડી હતી.

(6:03 pm IST)