Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

સુરતમાં જાણે પોલીસની ખોફ ન હોય તેવો માહોલઃ જન્મદિવસની જાહેરમાં ઉજવણીનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલઃ જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ

સુરત: સુરતમાં જાણે પોલીસનો કોઈ જ ખોફ ન રહ્યો હોય તેમ લોકો જાહેરનામાંનો ભંગ કરી જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરી રહ્યા છે. ત્યારે સુરતમાં વધુ એક વીડિયો વાયરલ થયો છે. સુરતના જિલ્લાના બ્રીજ પર યુવાનોએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવાનોએ જન્મદિવસની ઉજવણીમાં માસ્ક અને સોશિયલ ડીસટન્સના ધજાગરા ઉડાવ્યા હતા. આ વીડિયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.

સુરતમાં કાયદાને નેવે મૂકી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા અનેક વીડિયો વાયરલ થયા છે અને પોલીસે તેઓની સામે કાર્યવાહી પણ કરી છે અને કાયદાના આ ધજીયા ઉડાવવામાં ખુદ પોલીસ કર્મીઓ પણ બાકાત રહ્યા નથી. સુરતમાં આવા અનેક વીડિયો વાયરલ થયા છે. પરંતુ સુરતમાં લોકોને જાણે પોલીસનો કોઈ જ ખોફ ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

કાયદાને નેવે મૂકી નિયમની હજુ પણ ધજીયા ઉડાવી રહ્યા છે. ત્યારે સુરતમાં આવો જ એક વધુ વીડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ લાગી રહ્યું છે. સુરતના સોશિયલ મીડિયામાં સુરતના જિલ્લાના બ્રીજનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં યુવાનો જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા નજરે ચડી રહ્યા છે.

એટલું જ નહી એક બીજા પર કેક ફેકે છે અને સ્પ્રે ઉડાડે છે. જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી આ યુવાનોએ સુરત પોલીસ કમિશનરના જાહેરનામાંનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. એટલું જ નહી યુવાનોએ અહી માસ્ક પણ પહેર્યું ન હતું અને સોશિયલ ડીસટન્સ પણ જાળવ્યું ન હતું. આ વીડિયો વાયરલ થતા હવે પોલીસની કામગીરી અને બ્રીજ પર થતી પોલીસની પેટ્રોલિંગ સામે સવાલ ઉભા થઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાની સ્થિતિ ધીમે ધીમે કાબુમાં આવી રહી છે. પરંતુ હજુ પણ કડક નિયંત્રણો અમલમાં છે. પરંતુ લોકો હવે કોરોનાને હળવાશમાં લઇ રહ્યા છે અને આવી જ રીતે જો બેદરકારી દાખવશે તો સુરતમાં વધુ એક વખત સંક્મ્રણ પણ વધી શકે છે. ત્યારે લોકો આવી બેદરકારી ન રાખે તે પણ જરૂરી બન્યું છે.

ભૂતકાળમાં આવા અનેક વીડિયો વાયરલ થયા છે અને પોલીસે કાર્યવાહી પણ કરી હતી. પરંતુ આવા કેસમાં આસાનીથી છૂટી જતા હોવાથી લોકોને જાણે હવે કાયદાનો કે ધરપડકનો કોઈ ડર રહ્યો નથી. ત્યારે ફરી એક વખત આવો જ એક વીડિયો સામે આવ્યો છે. ત્યારે પોલીસ કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

(4:27 pm IST)