Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

કોરોનાની બીજી વેવ ગુજરાતના ઇતિહાસની સૌથી કલંકરૂપ ઘટના

બીજા વેવ માટે સરકારની કોઈ તૈયારી ન હતી : રાજ્ય સરકારે પોતાની નિષ્ફળતાઓ-બેદરકારી તપાસ હાઈકોર્ટના સીટીંગ જજ પાસે કરાવવી જોઈએ : અર્જુન મોઢવાડિયા

અમદાવાદ, તા. ૧૪ : ગુજરાત અને ભારતમાં કોરોનાની બીજી વેવમાં સરકારની પુરતી તૈયારીના અભાવે અનેક લોકોએ જીવ ગુમાવ્યા અને કરોડો લોકોએ હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે અંગે માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે કોરોનાના પ્રથમ વેવ સમયે જે લોકડાઉન થયુતે ગુજરાત અને ભારતના ઈતિહાસની કલંકરૂપ ઘટના હતી. કેન્દ્ર સરકારના અણઘડ નિર્ણયને કારણે હજારો, લાખો લોકોને મહિનાઓ સુધી ઘરની બહાર રહેવુ પડ્યુ અને અનેક લોકો મોતને ભેટ્યા.

અર્જુન મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યુ હતુ કે જ્યારે કોરોનાની સ્થિતી સુધરતી હતી, ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓએ સુપર સ્પેડર બનીને કોરોનાની બીજી વેવને આમંત્રણ આપ્યુ. જેની સામે કોરોનાના બીજા વેવ માટે ગુજરાત સરકારની કોઈ તૈયારી હતી. જેના કારણે હજારો લોકો ઓક્સિજન, વેન્ટિલેર, દવાઓના અભાવે મોતને ભેટ્યા. અંગ્રેજ શાસનની સૌથી કલંકરૂપ ઘટના હતી, તેમ કોરોનાનો બીજો વેવ ગુજરાતમાં તમામ સરકારના શાસનની સૌથી કલંકરૂપ ઘટના છે. તેના માટે એકમાત્ર જવાબદાર રાજ્યની ભાજપ સરકાર છે. ઈતિહાસના પાના ઉપર ઘટના કાળાઅક્ષરે લખાશે. જેની જવાબદારી સ્વિકારી રાજ્યની ભાજપ સરકારે પોતાની નિષ્ફળતાઓ અને બેદરકારીની તપાસ હાઈકોર્ટના સીટીંગ જજ પાસે કરાવવી જોઈએ.

 દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાતના પ્રવાસ અંગે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે ૨૦૨૨ની વિધાનસભાની ચુંટણી નજીક આવે છે, એટલે સ્વાભાવિક છે કેરાજકીય પાર્ટીઓ નાનો-મોટો લાભ લેવા માટે ગુજરાતમાંઆવે. આમ આદમી પાર્ટી પણ એજ રીતે ગુજરાતમાં આવી છે, તેની સામે કોઈએવાંધો લઈ શકાય નહીં. અમારૂ માત્ર કહેવાનું એટલુ છે કે ગુજરાતની જનતાએ ક્યારેય ત્રીજો વિકલ્પ સ્વિકાર્યો નથી. ગુજરાતના લોક પ્રિય અને દિગ્ગજ નેતાઓએ પણ ત્રીજા વિકલ્પ તરીકે પોતાની પાર્ટીઓની સ્થાપના કરી હતી.

(9:32 pm IST)