Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

26મીએ દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને કોર્ટમાં ચાર્જફ્રેમ કરવા માટે હાજર રહેવા હુકમ કરાયો

ખોટો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યો:નવા પાસપોર્ટ આધારે વિદેશ પ્રવાસે પણ જઈ આવ્યા.!!

 

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના વિદેશ પ્રવાસ પર કોર્ટે રોક લગાવી છે. પરંતુ તેમણે કોર્ટમાં ખોટો પાસપોર્ટ જમા કરાવ્યો હતો. અને નવા પાસપોર્ટને આધારે વિદેશ પ્રવાસે જઈ આવ્યા હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં વિપુલ ચૌધરી સામે ત્રણ ફરિયાદો થઈ છે. ત્યારે ત્યારે ખોટો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવા અને કોર્ટના અનાદર મુદ્દે વધુ એક ફરિયાદ થઈ શકે છે.

    વિપુલ ચૌધરી સામે સાગર દાણ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. પાંચ વર્ષ પહેલા મહેસાણા ડેરી દ્વારા 22 કરોડ રૂપિયાના સાગરદાણ મહારાષ્ટ્રમાં દાન આપવામાં આવ્યા હતા. અને તે દાનની રકમ ડેરીમાં ઉધરાઈ દેતા જિલ્લા રજિસ્ટારે ફરિયાદ દાખલ કરી હતી.

  . વિપુલ ચૌધરીને આગામી 26 જૂને કોર્ટમાં ચાર્જફ્રેમ કરવા માટે હાજર રહેવા હુકમ કર્યો છે. જ્યારે દલીલ દરમિયાન એવી હકીકત સામે આવી છે કે તેમના ખોટો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યો અને નાવા પાસપોર્ટ આધારે વિદેશ પ્રવાસે પણ જઈ આવ્યા.

(12:24 am IST)