Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ગુજરાતની રાજ્યસભાની બંને બેઠકો જીતવા ભાજપ લગાવશે એડીચોટીનું જોર: રણનીતિ ઘડવા કવાયત

બન્ને સીટો કબ્જે કરવા ભાજપના પ્રયાસ: બન્ને બેઠકો માટે ૧૨૧ મતો જાઈએ: કાંગ્રેસના ૧૬ સભ્યો પાસે ક્રોસ વોટિંગની તજવીજ :ધારાસભ્યોને તોડ્યા વગર ક્રોસ વોટિંગની રણનીતિ

  • અમદાવાદ : લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠક જીત્યા બાદ ગુજરાતની રાજ્યસભાની બન્ને બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવવું પડશે. ભાજપે રણનીતિ ઘડવા કવાયત હાથ ધરી છે ભાજપને બન્ને સીટો જીતવા 16 જેટલા ધારાસભ્યો પાસે ક્રોસ વોટિંગ કરાવવુ પડશે. એટલે કે વધુ એક વખત ભાજપ ગઠજોડ કરશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
  •  ગુજરાતમાં રાજ્યસભાના 2 સાંસદો માટે ચૂંટણી થવાની છે. અને પ્રત્યેક બેઠક જીતવા 60 -60 વોટની જરૂર પડશે. સીધી રીતે જ જો મતદાન થાય તો બન્નેને એક એક સાંસદો મળે પરંતુ ભાજપના સુત્રો કહી રહ્યા છે કે બન્ને સીટો કબ્જે કરવા ભાજપ તમામ પ્રયાસો કરી રહ્યુ છે. ભાજપને જો બન્ને સીટો જીતવી હોય તો કુલ 121 મતો જોઈએ. અને ભાજપ પાસે સંખ્યાબળ 105 જેટલુ છે. ભાજપને 16 જેટલા ધારાસભ્યોના મત ખૂટી રહ્યા છે ત્યારે હવે સવાલ ક્રોસ વોટિંગનો ઉભો થાય છે.

  એક ગણતરી એવી છે કે ભાજપ કોઈ પણ ધારાસભ્યોને તોડશે નહી પરંતુ તેમની પાસે ક્રોસ વોટિંગ કરાવશે. થોડા સમય પહેલા જ કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા ધારાસભ્યને કોંગ્રેસના ધારાસભ્યો પાસે ક્રોસ વોટિંગ કરાવવાની જવાબદારી સોંપાઈ છે. સુત્રોના મતે ભાજપે જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના પ્રભૂત્વવાળી સીટ પર મીટ માંડી છે.

  આ ઉપરાંત કોળી, આહીર અને પાટીદાર નેતાઓને પણ જવાદારીઓ સોંપાઈ છે. જેમાં કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા અને પાટીદાર આંદોલન સાથે જોડાયેલા નેતાઓને કોંગ્રેસના ધારાસભ્યો સાથે સંપર્ક બનાવી ક્રોસ વોટિંગ કરાવવાની જવાબદારી સોંપાઈ છે.

  બીજી તરફ અલ્પેશ ઠાકોર પણ પાછલા બારણે ભાજપને મદદ કરશે. જેમાં અલ્પેશની નજીકના ગેનીબેન ઠાકોર, ધવલસિંહ ઝાલા, ભરતજી ઠાકોર સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. હાલમાં તો ભાજપે રાજ્યસભાની બન્ને બેઠકો જીતવા માટે તમામ શક્તિઓ કામે લગાડી છે.

(10:02 pm IST)