Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

જીતુ વાઘાણીનું ભવ્ય બાઇક રેલી દ્વારા ભાવનગરમાં સ્વાગત

ભુપેન્દ્ર ચુડાસ્મા અને અન્યો પણ ઉપસ્થિત : સન્માન ભાવેણાની ધરતીનું સન્માન છે : જીતુ વાઘાણીનો દાવો

અમદાવાદ,તા.૧૫ : આજરોજ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં તમામ ૨૬ બેઠકો પર ભાજપાના ઐતિહાસિક વિજય બાદ પ્રથમવાર ભાવનગર ખાતે પધારતાં ભાવેણાનું ગૌરવ અને ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના ભવ્ય સન્માન-અભિવાદન માટે ભાવનગર શહેર ભાજપા સહિત સામાજીક તથા શૈક્ષણિક સંસ્થાઓ તથા ભાવનગર નાગરિક સમિતિ હેઠળના વિવિધ વેપારી એસોસીયેશનો, સાધુ-સંતો, સામાજિક શ્રેષ્ઠીઓ અને વિવિધ જ્ઞાતિના આગેવાનો દ્વારા ભાવનગર ખાતે આવેલ ઇસ્કોન ક્લબ ખાતે સવારે ૧૧.૦૦ કલાકે ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યના કેબીનેટ મંત્રી તથા ભાવનગર જીલ્લાના પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, સાંસદ ભારતી શીયાળ, ભાવનગર જીલ્લા મહાનગરના પ્રભારી મહેશ કસવાલા, પ્રદેશ અગ્રણીઓ, સંતો-મહંતો, વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ, સંગઠનના હોદ્દેદારઓ તથા સ્થાનિક આગેવાનઓએ ઉપસ્થિત રહી ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનું સન્માન-અભિવાદન કર્યુ હતુ. તે પૂર્વે સવારે ૮.૦૦ કલાકે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભવ્ય આભારદર્શન-બાઇકરેલી યોજાઇ હતી, જે જશોદાનગર સર્કલથી પ્રારંભ થઇ શહીદ ભગતસિંહ ચોક - ગંગાજળીયા તળાવ - મોતીબાગ રોડ - કુંભારવાડા સર્કલ - શાસ્ત્રીનગર - સરીતા સોસાયટી - બોરતળાવ - ગૌમતેશ્વરનગર થઇ મસ્તરામબાપા મંદિર ખાતે સમાપન થયુ હતુ. સમગ્ર રૂટ પર હજારોની સંખ્યામાં સ્થાનિક નગરજનો, સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ, વેપારીમંડળો, સહકારી આગેવાનો તથા તમામ સમાજના લોકોએ જીતુ વાઘાણીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યુ હતુ. આ આભારદર્શન-બાઇકરેલી દરમ્યાન રાસમંડળીઓ - નૃત્યકલાકારોએ ઢોલ-નગારા-ત્રાંસા તથા સાંસ્કૃતિક નૃત્ય-ગાન સાથે જીતુ વાઘાણીનું સ્વાગત-અભિવાદન કર્યુ હતુ. આ સાથે બાઇક રેલીમાં હર્ષોલ્લાસ સાથે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ તથા યુવા કાર્યકરો જોડાયા હતા. સમગ્ર વાતાવરણમાં કેસરીયો લહેરાયો હતો. આ દરમ્યાન હજારોની સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ પુષ્પવર્ષા કરી જીતુ વાઘાણીનું સ્વાગત અને અભિવાદન કર્યુ હતુ. ભારત માતા કી જય અને વંદે માતરમ ના નાદથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિમય બન્યુ હતુ. જીતુ વાઘાણીનું અભિવાદન કરવા માટે બહોળી સંખ્યામાં નગરજનો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા. રાજ્યના કેબીનેટ મંત્રી તથા ભાવનગર જીલ્લાના પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની અધ્યક્ષતામાં આજનો આ સમારોહ યોજાયો હતો. ચૂડાસમાએ ઉપસ્થિત સૌ મહાનુભાવોને સંબોધતા જણાવ્યુ હતુ કે, લોકસભા ચૂંટણીમાં ગુજરાતી તમામ ૨૬ બેઠકો પર ભાજપાના જ્વલંત વિજય મેળવવા આભાર માન્યો હતો.

(9:26 pm IST)