Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ખેડા જિલ્લામાં સર્જાયેલ જુદા જુદા ત્રણ અકસ્માતમાં એકનું કમકમાટીભર્યું મોત: પાંચને ગંભીર ઇજા

ખેડા: જિલ્લાના મહુડીપુરા, ગોબલજ તેમજ અરેરા સીમમાં સર્જાયેલા જુદા-જુદા ત્રણ માર્ગ અકસ્માતોમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. 

 


અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના ચકલાસી તાબે લ-મીપુરા ગામમાં રહેતાં જીગ્નેશભાઈ શંકરભાઈ વાઘેલા પોતાની મોટરસાઈકલ નં જીજે ૨૩ એએમ ૩૭૨૩ લઈ ચકલાસી તાબે આવેલ મહુડીપુરા નજીકથી પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન માર્ગ પર પુરપાટ ઝડપે આવી રહેલ એક અજાણ્યાં ટ્રેક્ટરના ચાલકે જીગ્નેશભાઈના મોટર સાઈકલને અડફેટે લેતાં તેઓ મોટર સાઈકલ પરથી ફંગોળાઈ જતાં ઈજાગ્રસ્ત બન્યાં હતાં. બનાવ અંગે જીગ્નેશભાઈ શંકરભાઈ વાઘેલાની ફરિયાદને આધારે ચકલાસી પોલીસે અજાણ્યાં ટ્રેક્ટરના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

 

(5:02 pm IST)