Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ગળતેશ્વર તાલુકાના સરનાલા નજીક દૂધ મંડળીમાં 4.75 લાખની ઉચાપત કરનાર સેક્રેટરી વિરુદ્ધ ગુનો દાખલ

ગળતેશ્વર: તાલુકાના સરનાલ ગામમાં આવેલ ધી સરનાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં જે તે વખતે સેક્રેટરી તરીકે કાર્યરત ઈસમે ફરજ દરમિયાન બે તબક્કામાં થઈ કુલ રૂ.૪,૭૮,૭૬૦ ની કાયમી ઉચાપત કરી હોવા અંગેની ફરિયાદ સેવાલિયા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

 


અંગે મળતી માહિતી મુજબ ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામમાં આવેલ ધી સરનાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી આવેલી છે. મંડળીમાં ગત તા.૧-૪-૧૭ થી તા.૬-૨-૧૮ સુધીના સમયગાળા દરમિયાન મંડળીના સેક્રેટરી તરીકે અમરસિંહ ભુપતસિંહ વાઘેલા ફરજ બજાવતાં હતાં. જો કે અમરસિંહ પોતાના કામ પ્રત્યે બેદરકારી દાખવતાં હોઈ તા.૬-૨-૧૮ ના રોજ મળેલી બેઠક દરમિયાન વ્યવસ્થાપન કમિટીએ ઠરાવ પસાર કરી અમરસિંહ વાઘેલાને સેક્રેટરીના હોદ્દામાંથી દૂર કરી ક્લાર્ક (ટેસ્ટર) તરીકે ફેર બદલી કરી હતી તેમજ તા.૬-૨-૧૮ સુધીની સેક્રેટરી તરીકેના બાકી લેણાની જવાબદારી નક્કી કરતો ઠરાવ પસાર કરી તેમના અમરસિંહના સ્થાને સેક્રેટરી તરીકે વિજયસિંહ નટવરસિંહ રાઠોડની નિમણૂક કરવામાં આવી હતી. જે બાદ તા.૭-૨-૧૮ ના મંડળીના માજી સેક્રેટરી અમરસિંહે શુન્ય સિલકથી વિજયસિંહ રાઠોડને ચાર્જ સોપ્યો હતો. 

(5:02 pm IST)