Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ઠાસરા તાલુકાના દાંતરડીમાં સામાન્ય ઝઘડામાં હુમલો કરનાર શખ્સને અદાલતે ત્રણ વર્ષની સજાની સુનવણી કરી

ઠાસરા: તાલુકાના ડભાલી તાબે આવેલા દાતરડી ગામમાં સન ૨૦૧૪ માં રસ્તાના દબાણ બાબતે થયેલા ઝઘડામાં એક વ્યક્તિ પર ધારીયાથી હુમલો કરી ઈજા પહોચાડવાના તેમજ ગર્ભવતી મહિલાને પેટમાં લાકડીઓ મારી અંદરના બાળકનું મોત નિપજાવવાના બનાવમાં નડિયાદ કોર્ટે એક આરોપીને કસુરવાર ઠેરવી ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. 

 


મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના ડભાણી નજીક દાતરડી ગામ આવેલું છે. ત્યાં રહેતાં ઉદાભાઈ નાનાભાઈ ભોઈ મકાન બનાવતાં હતાં. તે વખતે નનાદરા ગામમાં રહેતાં હસમુખભાઈ તીતાભાઈ મહેરા તેમજ તેમના સાગરિતો આવ્યાં હતાં. અને ઉદાભાઈને જણાવ્યું હતું કે તમે રસ્તા પર દબાણ કરી મકાન બનાવો છો અને અમોએ દબાણ ના કર્યુ હોવા છતાં અમારા વિરૂધ્ધ કોર્ટમાં કેસ કરો છો કહી ગાળો બોલતાં હતાં. જેથી બંને વચ્ચે તુતુ મેમે થઈ હતી. તે વખતે ઉદાભાઈના કુટુંબી ભાઈ મંગળભાઈ નાનાભાઈ ભોઈ આવ્યાં હતાં. તેમને હસમુખભાઈ મહેરાએ ધારીયું મારતાં ધારીયાની ચાંચથી નાક પર ઈજા થઈ હતી. જ્યારે મનીષાબેન જયેશભાઈ ભોઈ આવી ચડતાં તેમને પેટમાં લાકડીના ગોદા તેમજ લાતો મારતાં મનીષાબેનના પેટમાં રહેલ બાળકનું મોત થયું હતું. 

 

 

(5:01 pm IST)