Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

બનાસકાંઠા નજીક ભુમાફિયાઓદ્વારા થતી ખનીજ પ્રવૃત્તિઓને રોકવા માટે ચેકીંગ ઝુંબેશ હાથ ધરાઈ: બે ડમ્પર સહીત ટ્રેક્ટરની અટકાયત

બનાસકાંઠા: જિલ્લામાં ભુ માફિયાઓ દ્વારા કરાતી રોયલ્ટી ચોરીને પકડી પાડવા અને ખનન પ્રવૃત્તિનેે રોકવા માટે જિલ્લા ખાણ-ખનીજ તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં પાલનપુર-અમદાવાદ હાઇવે પર આવેલ વડગામ તાલુકા ના છાપી વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની ચેકિંગ ઝુંબેશમાં છાપીમાં ઓવરલોડ વહન કરતા બે ડમ્પર અને રજોસણા ગામેથી એક ઓવરલોડ ટ્રેકટર ઝડપાયા હતા. જેને લઇ ને ત્રણેય વાહનોને જપ્ત કરી પાલનપુર કલેકટર કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. તેમજ ત્રણેય વાહનોના માલિકો વિરૃદ્ધ દંડનીય કાયવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે બનાસકાંઠા જિલ્લામાં ભૂમાફિયાઓ દ્વાર ઠેરઠેર ખનન પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. અને મોટાપાટે રોયલ્ટીની ચોરી કરાઇ હતી છે. જેને લઇ સરકારી તિજોરી ને આર્થિક નુકશાન થઇ રહ્યું કોઇ જિલ્લા ખાણ-ખનીજ તંત્ર ની જુદી જુદી ટીમો દ્વારા ખનન રોયલ્ટી ચોરીને ઝડપી પાડવા માટે સઘન ચેકિંગ ઝુંબેશ શરૃ કરાઇ છે. જેમાં રોયલ્ટી ચોરી કરતા વાહનો ઝડપી પાડવાની સાથે કડક કાર્યવાહી કરવામાં આવતા ભૂમાફિાયઓમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે.

(5:00 pm IST)