Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

બાલાસિનોર નગરપાલિકાએ 68 લાખનું વીજ બિલ ન ભરતા વીજ કંપનીએ સ્ટ્રીટ લાઈટનું જોડાણ કાપ્યું

બાલાસિનોર: નગરપાલિકાના વિવિધ વિભાગોના વીજ જોડાણના બિલની કુલ બાકી રકમનો મસમોટો રૂ. ૬૮ લાખનો બાકી આંકડો થતાં મધ્ય ગુજરાત વીજ કંપનીએ સ્ટ્રીટ લાઈટનું જોડાણ કાપી નાંખતા નગરના મોટાભાગના વિસ્તારમાં અંધારપટ્ટ છવાઈ જતા શહેરીજનો પરેશાની ભોગવી રહ્યા છે.

બાલાસિનોર નગરપાલિકાના સ્ટ્રીટ લાઈટ વીજ જોડાણના બાકી રકમ રૂ. ૬૮ લાખને આંબી જતા સ્ટ્રીટ લાઈટનું જોડાણ મધ્ય ગુજરાત વીજ કંપનીએ કાપી નાખતા છેલ્લા ચાર દિવસથી નગરના વિસ્તારોમાં અંધારપટ્ટ થતાં પ્રજાજનોને મુશ્કેલી પડી રહી છે. છેલ્લા ચાર દિવસથી અંધારામાં અટવાતા નગરજનો સ્ટ્રીટ લાઈટનું જોડાણ સત્વરે થાય તેવી કાર્યવાહી કરે તેવું ઈચ્છી રહ્યા છે.

 

(4:59 pm IST)