Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

બારડોલી નજીક ધો.8 ના વિદ્યાર્થીને ધમકાવી 18 વર્ષીય નરાધમે ઝાડીમાં લઇ જઈ દુષ્કર્મ આચરતા અરેરાટી

બારડોલી: નજીક બાબેન ગામે મોતા રોડ પર આવેલી પ્રાથમિક સાળામાં અભ્યાસ કરતા ધો.૮નો વિદ્યાર્થી ચાર વાગે રીસેષમાં જાહેર શૌચાલયમાં જતા ત્યાંથી ૧૮ વર્ષનાં યુવાન ધમકાવી નજીકની ઝાડીમાં લઈ જઈ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યુ હતું. વિદ્યાર્થીને સતત દુઃખાવો થતાં ઘરે જઈ માતા-પિતાને જાણ કરતા પોલીસે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરનારની ધરપકડ કરી મેડીકલ તપાસની કાર્યવતાહી હાથ ધરી છે.

બાબેન ગામે મોતા રોડ ઉપર પ્રાથમિક શાળા આવેલી છે. શાળામાં અભ્યાસ કરતો ધો.૮નો વિદ્યાર્થી (ઉ.વ.૧૩) ગુરુવારે બપોરે ચાર વાગ્યાની રીસેષમાં રોડક્રોસ કરી સામે નહેર પાસે આવેલા જાહેર શુલભ શૌચાલયમાં પોતાના બે મિત્રો સાથે લઘુશંકા કરવા ગયા હતા. 

(4:58 pm IST)