Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

સુરતમાં બે ભાડૂતોએ વૃદ્ધાને બોગસ વેરાબિલના આધારે લીધેલ 75 લાખની લોન વાપરી નાખતા ફરિયાદના આધારે તપાસ શરૂ

સુરત:કતારગામ ડી.કે નગર સોસાયટીમાં રહેતા વૃદ્ધના બે ભાડૂતે વૃદ્ધના મકાન અને કારખાનાનાં બોગસ વેરાબીલના આધારે કોટસફીલ રોડ સ્થિત કેનેરા બેંકના અધિકારીઓના મેળાપીપણામાં રૂ.૭૫ લાખની લોન લઇ ભરપાઈ કરી હતી. બેંકના રિકવરી ટ્રિબ્યુનલે બાકીના રૂ. ૪૮ લાખ અંગે વૃદ્ધને નોટીસ ફટકારતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. વૃદ્ધે કરેલી અરજીના આધારે કતારગામ પોલીસે બંને ભાડૂત તેમજ લોન આપનાર બેંકના અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કતારગામ ડી.કે નગર સોસાયટી ઘર નં.૬૫ માં રહેતાં અને નિવૃત્ત જીવન ગાળતા ૬૦ વર્ષીય જયંતીભાઈ પાંચાભાઇ કાછડીયાએ હાલ તેઓ જે એક મકાનમાં રહે છે મકાન આઠ વર્ષ અગાઉ હાલ કતારગામ અંબાતલાવડી અંકુર સ્કૂલ પાસે સાંઇ હેવન ફ્લેટ નં. એ/૨૦૨ માં રહેતા મનોજ કાંતિભાઈ નારોલાને ભાડે આપ્યું હતું. 

(4:58 pm IST)