Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

કાલથી અમદાવાદમાં ફર્સ્ટ નેશનલ ફંકશનલ ફિટનેશ ચેમ્પિયનશીપ

અમદાવાદ : ફિટનેશ સ્પોર્ટસ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ભારતમાં સૌપ્રથમ વખત ફર્સ્ટ નેશનલ ફંકશનલ ફીટનેશ ચેમ્પિયનશીપ ૨૦૧૯નુ આયોજન કર્ણાવતી કલબના આંગણે યોજાવા જઇ રહ્યુ છે. આ એક અનોખા પ્રકારની સ્પોર્ટસની ચેલેન્જિગ ચેમ્પિયનશીપ છે જે આજ સુધી આ રીતે કયાંય થઇ નથી. તા. ૧૪ થી ૧૬ જૂન સુધીની આ ચેમ્પિયનશીપ યોજાશે.

જેનુ ઉદઘાટન તા.૧પના શનિવારે કર્ણાવતી ખાતે થશે. જેમાં મિસ લતા શર્મા (જનરલ સેકરેટરી) ફીટનેસ સ્પોર્ટસ ફેડરેશન ઓફ ઇન્ડિયા અમનદિપસિંઘ ગોત્રા ટુર્નામેન્ટ ડીરેકટર અને કર્ણાવતી તરફથી ડીરેકટર વિરલભાઇ પટેલ, આસીસ્ટન્ટ ટેકનીકલ ડીરેકટર રોહન મુઠા સહિતના હાજર રહેશે.

(3:55 pm IST)