Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ઇબી-પ વિઝા : યુએસએમા કાયમી વસવાટ અને ગ્રીનકાર્ડ મેળવવાનો સરળ માર્ગ

અમદાવાદ : ભારતીય રાષ્ટ્રીય ધરાવતા લોકો જે યુએસ વિઝા પ્રક્રિયામાં થતા વિલંબને ટાળવા માગે છે અને રોકાણ મારફત ગ્રીનકાર્ડ મેળવવા અને કાયમી વસવાટ કરવા માગે છે તેઓ ઇબી-પ વિઝા વિશે વિચારવુ જોઇએ. ઇબી પ વિઝા વિદેશીઓને જેઓ યુએસમાં રોકાણ કરે છે તેમને ગ્રીનકાર્ડ મેળવવા અને કાનુની કાયમી રહેવાસી બનવા અને છેવટે યુનાઇટેડ સ્ટેટસના નાગરીક બનવા સક્ષમ બનાવે છે ઇબીપ વિજા યુનાઇટેડ સ્ટેટસમાં સરળ માર્ગ છે. કારણ કે તેમા અરજદારની લઘુતમ લાયકાતની જરૂર નથી અથવા કોઇપણ પ્રકારની પુર્વાપ્રેક્ષીત શરતો નથી અને યુએસસીઆઇએસ પુર્વ મંજૂરી ધરાવતા પ્રોજેકટમાં રોકાણના આધારે ચોકસપણે વિઝા મેળવી શકાય છે. વીઝા ના અરજદારોને કાનુની રીતે કમાયેલા નાણા બતાવા જરૂરી છે.

જેમાં લોન અથવા મિલકત મોર્ગેજનો પણ સમાવેશ થઇ શકે છે. જોય લેબ પ્રેસીડન્ટ ઓફ કોન્કોર્ડ ઇવી સલાહકારો એલએલએલસીએ જણાવ્યુ હતુ કે ઇબી પ  વિઝા ઇમીગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામ છે જે યુએસએની સરકાર દ્વારા ૧૯૯૦માં વિદેશી રોકાણકારો જે યુએસ રહેવાસી માટે તેમના રોકાણ મારફત રોજગાર ઘડે તેવા મુડી રોકાણ અને રોજગાર સર્જન દ્વારા અર્થતંત્રને વેગ આપવા માટે રચાયો છે.

(3:55 pm IST)