Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ઈન્ફીનિયમ ટોયોટાએ ગ્લેન્ઝા લોન્ચ કરી

અમદાવાદ : ગુજરાતની સાતે ડિલરશીપમાં પ્રિમીયમ હેચબેક ટોયોટા ગ્લેન્ઝા લોન્ચ કરવામાં આવેલ. આ નામ ગ્લેન્ઝા એક જર્મન શબ્દથી બનેલ છે જેનો અર્થ છે દિપ્તિ / કાંતિ / ચમક હોવાનું યાદીમાં જણાવેલ છે. ગ્લેન્ઝા ૧.૨ લીટર પેટ્રોલ ઓટોમેટીક અને મેન્યુઅલ એમ બે ટ્રાન્સમિશન નવા જમાનાની વિશિષ્ટતાઓ છે. આમાં ટચ સ્ક્રીન ઓડીયો અને એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર પ્લે તથા સ્માર્ટ ફોન આધારીત નેવીગેશન, ઈન્ટર એકટીવ ટીએફટી મલ્ટી - ઈન્ફો ડિસ્પ્લે, રિવર્સ પાર્કીંગ કેમેરા વગેરે સમાવિષ્ટ છે. મનની સંપૂર્ણ શાંતિ માટે વોરંટી હોવા સાથે ૩ વર્ષ ૧ લાખ કિ.મી. અને ૫ વર્ષ ૨.૨૦ લાખ કિ.મી.  સુધી એકસ્ટેન્ડ કરવા પાત્ર હોવાનું જણાવાયુ છે.

(3:54 pm IST)