Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

અમદાવાદના હવામાનમાં પલટો : ધીમીધારે વરસાદ શરુ : લોકોને ગરમીમાં રાહત : આહલાદક વાતાવરણ

જમાલપુર, વેજલપુર, બોડકદેવ, મેમનગર, થલતેજ સહિતના મોટાભાગનાવિસ્તારોમાં વરસાદ

અમદાવાદમાં અચાનક હવામાનમાં  પ્લટો આવ્યો છે. વાતાવરણમાં પલ્ટો આવતા ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. શહેરના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. અમદાવાદ શહેરના જમાલપુર, વેજલપુર, બોડકદેવ, મેમનગર, થલતેજ સહિતના મોટાભાગના વિસ્તારમાં ધીમી ધારે વરસાદનું આગમન થયુ છે. તો વરસાદનુ આગમન થતા લોકોને ગરમીથી રાહત મળી છે. જ્યારે શહેરીજનો અહલાદક વાતાવરણની મજા માણી રહ્યા છે.

(2:14 pm IST)