Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

અમદાવાદમાં અનોખો ‘સિંધ સે પંજાબ તક’ ફૂડ ફેસ્ટીવલ :38થી વધુ પરંપરાગત વાનગીઓનો સમન્વય :તદ્દન નવો જ કોન્સેપ્ટ

સિંધી અને પંજાબી ફૂડનો તફાવત અને નવી વાનગીઓ વિશે તથા ખોવાઈ ગયેલી વાનગીઓ વિશે માહિતી અપાશે

અમદાવાદમાં એક અનોખા ફૂડ ફેસ્ટિવલમાં 38 થી વધારે અને અલગ-અલગ પરંપરાગત વાનગીઓનો સમન્વય કરાયો છે આ ફેસ્ટીવલમાં બીજા કરતા કઈક અલગ છે. દર વખતે નવું ટેસ્ટ કરવા ટેવાયેલી અમદાવાદની પબ્લિકને આ ફેસ્ટીવલમાં સિંધી અને પંજાબી વાનગીઓ જ જોવા મળશે.

   આ ફેસ્ટિવલની થીમ ખીમજ લોસ્ટ છે. જેમાં લોકોને સિંધી અને પંજાબી ફૂડનો તફાવત અને નવી વાનગીઓ વિશે તથા ખોવાઈ ગયેલી વાનગીઓ વિશે માહિતી આપવામાં આવશે.

   આ ફેસ્ટિવલમાં એવી વાનગીઓ છે જે કોઈપણ કુકિંગ બુક કે કોઈપણ નવી જગ્યાએ જોવા નહીં મળે, આ પરંપરાગત વાનગીઓને લોકો ભૂલી ગયા છે.

   આ ફેસ્ટિવલમાં વિવિધ વાનગીઓ જેવી કે વેલકમ ડ્રિન્કમાં આમ પન્ના ગુલાબ ઓર ચંદન કા શરબત, પનીર કુરચન, સરસો દા સાગ દાલ ચૂલાઈ કી, ભુગા ચાવલ, સાઈ ભાજી, ધગ વારી ભાજી જેવી વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્ય છે અને આ ફેસ્ટિવલ 16 જૂન સુધી ચાલુ રહેશે.

   અમદાવાદના પોલ ૨૧ ફાઈનેન્સ ડાઇન, બિનોરી, થલતેજ, એસ.જી. હાઈવે પર આ ફૂડ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટનું આયોજન હની સિંહ ચાવલાએ કર્યું છે. આ ફૂડ ફેસ્ટીવલમાં હીના ગૌતમ, લીપી ખાંદર, પિનલ ઠક્કર, જેનીશ પરમાર સહિતના સેલિબ્રિટી શેફ આવી ચુક્યા છે અને સિંધી – પંજાબી ફૂડની લિજ્જત માણી હતી.

   આ ઇવેન્ટના આયોજક હની સિંહ ચાવલાએ જણાવ્યું હતું કે, આ ફેસ્ટીવલમાં તૈયાર કરવામાં આવેલી કોઇપણ રેસીપી એકેય કુક બુક કે રેસીપી બુક કે સોશિયલ મિડિયામાં જોવા મળી નથી અને જોવા  નહીં મળે.

   ૪૦૦ વર્ષ અગાઉ પટિયાલાના મહારાજાઓને આ વાનગીઓ પીરસાતી હતી. આ ફેસ્ટીવલમાં સ્ટાર્ટરથી લઈને ડેઝર્ટને પણ પરંપરાગત પંજાબી અને સિંધી ટેસ્ટમાં તૈયાર કરવામાં આવ્યા છે.

દાળ ભૂખપરી, શાહી ભરથા જેવી રેસિપી સામાન્ય કરતા અલગ ઢબે અને વધુ ટેસ્ટી – હેલ્થી બનેલી જોવા મળશે. ૮ થી ૧૬ જુન સુધીના યોજાયેલા આ ફૂડ ફેસ્ટીવલની થીમ પણ એકદમ ગામઠી રાખવામાં આવી છે અને શહેરીજનોને આ નવો કોન્સેપ્ટ પણ ઘણો પસંદ પડ્યો છે.

(8:34 pm IST)