Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

વ્યારાના ચાંપાવાડીમાં પત્નીના આડા સંબંધનો વ્હેમ રાખી પતિએ આપઘાત કર્યો

વ્યારા:ના ચાંપાવાડી ગામે પત્નીના આડાસંબંધના વહેમમાં પતિએ ઘરની પાછળ મહુડાના વૃક્ષ સાથે દોરી બાંધી આપઘાત કર્યો હતો. સ્યુસાઇડ નોટમાં જીવનથી કંટાળી આપઘાત કર્યો હોવાનું જણાવાયું છે. માહિતી મુજબ વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે ભાટી ફળિયામા રહેતા ખેડૂત વિકેશભાઇ રમેશભાઇ ચૌધરી (ઉ.વ. ૩૫)ને ૧૪ અને ૧૫ વર્ષની બે બાળકી છે. છેલ્લા કેટલાંક  સમયથી વિકેશને પત્ની સાયના પર અન્ય પુરૃષ સાથે સંબંધ હોવાનો શક હતો. જેને લઇ પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડો  થતાં ગતરોજ સાંજે  આ જ રીતે ઝઘડો થતાં  પતિ-પત્ની વચ્ચે બોલાચાલી બાદ સામસામી મારામારી થઇ હતી. જે દરમ્યાન વિકેશે નાયલોન દોરી લઇ પત્ની સાયનાને ગળે ટૂંપો આપવાનો પ્રયાસ પણ કર્યો હતો. સાયનાનું પિયર  હોવાથી માતા-પિતા સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બંનેને છોડાવ્યા હતા. ત્યારબાદ રાત્રે ૮-૩૦ કલાકે વિકેશ ચૌધરી ઘર છોડીને જતો રહ્યો હતો. આજે વહેલી સવારે ઘરની પાછળ જ આવેલા ખેતરમાં મહુડાના વૃક્ષ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. પત્ની સાયનાબેન ચૌધરીએ કાકરાપાર પોલીસને જાણ કરી હતી. મૃતક વિકેશના ગજવામાંથી એક મોબાઇલ સાથે એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં જિંદગીથી કંટાળી આત્મહત્યા કરી રહ્યો છું. પત્નીનું અફેર ચાલે છે એમ લખ્યું હતું. વધુ તપાસ જમાદાર ગીરીશભાઇએ હાથ ધરી હતી.

(6:29 pm IST)