Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

સુરતના કોસાડ આવાસમાં નમાજ પઢતા 9 વર્ષીય બાળક સાથે 18 વર્ષીય યુવાને સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું

સુરત: કોસાડ આવાસમાં મદીના મસ્જીદમાં નમાજ પઢતા ૯ વર્ષિય બાળકને નમાજમાં અડધેથી હાથ પકડી મસ્જીદના ધાબે લઈ જઈ ૧૮ વર્ષિય યુવાન સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરી ભાગી છૂટયો હતો. બાળકને ગુદામાર્ગેથી લોહી નીકળતા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. બનાવ અંગે પોલીસ સૂત્રો તેમજ સ્મીમેર હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કોસાડ વિસ્તારમાં રહેતો અને ધો-૪ માં અભ્યાસ કરતો ૯ વર્ષિય બાળક બુધવારે રાતે  ૯-૩૦ વાગ્યે કોસાડ આવાસમાં આવેલી મદીના મસ્જીદમાં નમાઝ પઢવા ગયો હતો. ત્યારે નમાજ પઢતી વખતે અડધેથી એક અજાણ્યો યુવાન તેનો હાથ પકડી મસ્જીદના ધાબા ઉપર લઈ ગયો હતો અને ત્યાં શરીરે અડપલાં કરી સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરી ભાગી છૂટયો હતો. અડધો કલાક બાદ ઘરે પરત ફરેલા બાળકને ગુદામાર્ગેથી લોહી નીકળતું હોય પરિવારજનોએ પુછપરછ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
 

(6:28 pm IST)