Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

વડોદરાના યાકુતપુરા નાકા પાસે નજીવી બાબતે યુવક પર છરીના ઘા જીકી જીવલેણ હુમલો

વડોદરા: યાકુતપુરા નાકા પાસે ગતરાત્રે નજીવી બાબતે યુવક પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી જીવલેણ ઇજા પહોંચાડનાર આરોપી સામે પોલીસે ખૂનની કોશિશનો ગુનો દાખલ કર્યો છે. ખૂની હુમલાનો આરોપી ઘર છોડીને ભાગી ગયો છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગતરાત્રે યાકુતપુરા નાકા પાસે થયેલા ઝઘડા અંગે ઇજાગ્રસ્ત ભાવિન હરિશભાઇ ચોક્સી (રહે. જગમાલની પોળ માંડવી)એ હુમલાખોર સેફન અહેમદમીંયા મલેક (રહે. ચૂડીવાલાની ગલી યાકુતપુરા) વિરૃધ્ધ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યુ છે કે ગઇકાલે રાત્રે સાડા આઠ વાગ્યે હું નવાબજાર પૌઆવાળાની ગલીના નાકા પર આવેલા શીશમહેલ નામની દુકાને પડીકી ખાવા માટે ગયો હતો. પડીકી લઇને બાજુની દુકાનના ઓટલા પર બેઠો હતો. ઓટલા પર બરાબર બેસવાનું નહી ફાવતા બાજુમાં બેઠેલા  યુવકને સ્હેજ ખસવા માટે  જણાવ્યું હતું જેથી તેને મારી સાથે ઝઘડો કર્યો હતો અને ત્યાંથી જતો રહ્યો હતો. થોડીવાર પછી તે ધારદાર  છરી લઇને આવ્યો હતો અને છાતીના ડાબા ભાગે બે ઘા, ડાબા હાથની કોણી, કાંડા અને જમણા હાથે પણ ઇજાઓ પહોંચાડી હતી. 
 

(6:28 pm IST)