Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

સુરતમાં બેનામી સંપત્તિ રાખનાર પર દરોડા પાડી કાર્યવાહી કરવાનો સીબીડીટીનો આદેશ

સુરત:નવા નાણાકીય વર્ષમાં કરચોરો વિરુદ્ધ આવકવેરા વિભાગ વધુ કડક વલણ અપનાવવા જઈ રહ્યું છે. બીજાના નામે સંપત્તિ ખરીદી કરચોરી કરનારાઓ સામે બેનામી એક્ટ હેઠળ દરોડા કાર્યવાહી કરવાના નિર્દેશ આજની વીડીયો કોન્ફરન્સમાં સીબીડીટી દ્વારા જારી ઔકરાયા હતા.

આજે દેશભરના આવકવેરા વિભાગ સાથે સીબીડીટી દ્વારા એક વીડીયો કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. સવારે ત્રણ કલાક સુધી ચાલેલી કોન્ફરન્સમાં બેનામી એક્ટ અને બ્લેકમની એક્ટ હેઠળ કરચોરો વિરુદ્ધ દરોડા કાર્યવાહી કરી પ્રોસીક્યૂશન દાખલ કરવા ઉપરાંત કરચોરોને જેલ ભેગા કરવા સુધીની કડક કાર્યવાહીના આદેશ જારી કરાયા છે.

સાથે આવકવેરાના વહીવટને પારદર્શી બનાવવા માટે ફરજિયાત -એસેસમેન્ટનો અમલ શરૂ કરવા પણ નિર્દેશ અપાયા હતા. અધિકારી અને કરદાતા વચ્ચેનો માનવીય સંપર્ક ઘટાડી તમામ કામગીરી ઓનલાઈન કરવાનો આગ્રહ હવે રાખવાનો રહેશે. આમ, ભ્રષ્ટ્રાચાર પર અંકુશ ડામવાની દિશામાં આગળ વધવા આવકવેરા અધિકારીઓને સંકેત આપી દેવાયા હતા.

(6:26 pm IST)