Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ખંભાત શહેરમાં બાઈક લઇ જવાની બાબતે ત્રણ શખ્સોએ એક સાથે તકરાર કરી માથામાં લોખંડના પાઇપ માર્યા

ખંભાત: શહેરના અકબરપુર નાની ચુનારવાડ ખાતે ગઈકાલે સાંજના સુમારે બાઈક લઈને જવાની બાબતે ત્રણ શખ્સોએ એકની સાથે તકરાર કરીને માથામાં લોખંડની પાઈપ મારીને ઈજાઓ પહોંચાડતા આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર અલ્પેશભાઈ અશોકભાઈ ચુનારા ગઈકાલે સાંજના સાતેક વાગ્યાના સુમારે પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે હિતેશભાઈ જગદીશભાઈ ચુનારાએ અહીયાથી બાઈક લઈને જવાનુ નથી તેમ જણાવી ગમે તેવી ગાળો બોલવાનું ચાલુ કરતા અલ્પેશભાઈએ ગાળો બોલવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ જઈને લોખંડની પાઈપ લઈ આવી માથાના ભાગે મારી દીધી હતી. સુનીલભાઈ તથા લાલાભાઈએ ઉપરાણું લઈને આવી ગમે તેવી ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. 

 

(6:25 pm IST)