Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ હજુ મુંબઈમાં જ સ્થિર છે, ગુજરાત બોર્ડરથી ૧૦૦થી ૧૨૫ કિ.મી. દૂર છે : ચોમાસુ દેશલેવલે સ્થગિત : સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં સારા વરસાદ માટે હજુ રાહ જોવી પડશે

દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટાની શકયતા : હજુ બે દિવસ પવનનું જોર રહેશે : તાપમાન નોર્મલ નજીક રહેશે પણ બફારો યથાવત જ રહેશે : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલનો નિર્દેશ

રાજકોટ, તા. ૧૫ : ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે પણ હજુ સારા વાવડ નથી. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મુંબઈમાં જ અટકી ગયું છે. હજુ આગળ વધ્યુ નથી. ગુજરાત બોર્ડરથી હજુ પણ ૧૦૦ થી ૧૨૫ કિ.મી. દૂર છે. દેશભરમાં સ્થગિત થઈ ગયુ છે અને હજુ આવતા અઠવાડીયા દસેક દિવસ સુધી કોઈ એંધાણ નથી.

ગત આગાહી મુજબ સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે. તે મુજબ છુટાછવાયા ઝાપટાની આશા હતી તેમાં પણ માત્રા ઓછી જોવા મળી. આગાહીના સમયમાં દ. ગુજરાતમાં સૌથી વધુ ઝાપટા હળવો વરસાદ પડેલ. સરેરાશ ૧૩ મી.મી. વરસાદ પડેલ. સૌરાષ્ટ્રમાં અમરેલી ૧૩ મી.મી., રાજકોટ જિલ્લામાં ૧ મી.મી. સાબરકાંઠામાં ૧ મી.મી. કુલ ૨૫૧ તાલુકામાંથી ૪૩ તાલુકામાં ઝાપટાથી ૫ સેમી થી ૧૨ સેમી ૨૦૦થી વધુ તાલુકા કોરા રહ્યા.

હાલમાં ચોમાસુ મુંબઈ જ છે આગળ વધ્યુ નથી. કોંકણનો થોડો ભાગ બાકી છે. ગુજરાત બોર્ડર ૧૦૦ થી ૧૨૫ કિ.મી. દૂર છે. ચોમાસુરેખા હાલમાં આશરે ૪૦૦થી ૫૦૦ કિ.મી. પાછળ રહી ગયુ છે.

તા.૧૫ થી ૨૨ જૂનની આગાહી કરતાં અશોકભાઈ પટેલ વધુમાં જણાવે છે કે સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે. જો કે આવતા ચારેક દિવસ દ. ગુજરાત, દ.સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટાની શકયતા છે. પવન હાલ વધુ છે તે હજુ ૧૭મી સુધી જોર રહેશે. પવનની ગતિ ૧૮, ૧૯, ૨૦માં પવનમાં થોડી રાહત રહેશે ફરી આગાહીના છેલ્લા દિવસોમાં પવન વધશે. આ પવનનું મુખ્ય કારણ રાજસ્થાન નજીક એકસો હોય અરબીમાં પ્રેશર ૧૦૦૮થી ૧૦૧૦ મીલીબાર હોય તો ૯૯૫ મીલીબાર હોય તેના બદલે ૧૧૨ મીલીબાર છે એટલે વધારે પવન ફૂંકાય છે. આ પવન હિમાલયથી ભટકાઈને પશ્ચિમના પવનો તીર પશ્ચિમના થઈ જાય છે. નીચલા લેવલના પવન ફૂંકાય છે. ભેજ વધુ હોય બફારો રહેશે.

(4:27 pm IST)