Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ઓએનજીસીની પાઈપલાઈનનું લોક તોડીને ઓઇલચોરીના કૌભાંડનો પર્દાફાશ

8000 લીટર ઓઈલના જથ્થા સાથે બિનવારસી ટેન્કર મળ્યું :આરોપીઓની શોધખોળ

અમદાવાદ;અમદાવાદ જિલ્લામાં ઓએનજીસીની પાઈપલાઈનનું લોક તોડીને ઓઇલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે દસક્રોઇ તાલુકાના હરણિયાવ ગામની સીમમાંથી પસાર થતી ઓએનજીસીની પાઇપ લાઇનનું લોક તોડી ઓઇલ ચોરી કરવાનું કૌભાંડ ઝડપાતા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

  મળતી માહિતી મુજબ દસક્રોઇ તાલુકાના હરણિયાવ ગામની સીમમાંથી પસાર થતી ઓએનજીસીની પાઇપ લાઇનમાંથી ઓઇલની ચોરી થતી હોવાની બાતમીના આધારે પોલીસ તેમજ કંપનીના સિક્યુરિટી ગાર્ડે તાત્કાલીક ઉપરોક્ત સ્થળે પહોંચી જઇ તપાસ હાથ ધરતા પાઇપલાઇન તેમજ તેલના કૂવાના નકૂચા તેમજ લોક તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા.તેમજ આ સ્થળેથી બિનવારસી હાલતમાં એક ટેન્કર પણ મળી આવ્યું હતું. ટેન્કરમાં ચેક કરતા તેમાં ૮૦૦૦ લિટર ઓઇલનો જથ્થો હોવાનું જણાયું હતું.

  ગુનેગાર ટોળકી પાઇપલાઇનના લોક તોડી કિંમતી ઓઇલની ચોરી કરી મોટી કમાણી કરતી હતી જોકે ગુનેેગારો નાસી છૂટ્યા હતા. કણભા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી પકડાયેલા ટેન્કરના માલિક તેમજ ડ્રાઇવર અંગે સઘન તપાસ શરૂ કરી છે. પરંતુ હજુ સુધી કોઇ પત્તો લાગ્યો નથી.

(6:20 pm IST)