Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

અમદાવાદના માધુપુરામાં પાંચ વર્ષની બાળકી પર પાડોશી યુવકે દુષ્કર્મ ગુજાર્યું

પાડોશી રાજકુમારે ચોકલેટની લાલચ આપી બળાત્કાર કર્યો : લોકોએ મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યો

અમદાવાદના માધુપુરા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર પાડોશમાં રહેતા યુવકે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની જાણ થતાં જ સ્થાનિકો એ આરોપીને મેથીપક ચખાડીને માધવપુરા પોલીસ સ્ટેશન પોલીસને હવાલે કરી દીધો હતો.

     જાણવા મળતી વિગત મુજબ અમદાવાદના માધુપુરા વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકીને પડોશી રાજુકુમારે ચોકલેટની લાલચ આપીને ઘરે બોલાવી હતી.અને માસૂમ પર દુષ્કર્મ આચર્યો હતો. આ ઘટના માધવપુરાના ઈદગા પાસેની ચાલીમાં બનેલી આ ઘટનાની માસૂમની માતાએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
   બાળકીની માતાએ ફરિયાદમાં નોંધાવ્યું હતું કે 'ગઇકાલે ગુરૂવારે બાળકી ઘરની બહાર રમતી હતી તે સમયે પાડોશમાં રહેતો રાજકુમાર નામના યુવકે બાળકીને ચોકલેટ આપવાના બહાને ઘરમાં બોલાવી હતી. પછી તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટના પછી બાળકી રડતી રડતી ઘરે આવીને આખી ઘટના માતાને કહી હતી.'

   આ ઘટનાને કારણે સ્થાનિકોમાં પણ રોષ વ્યાપતાં યુવકને બરાબરનો માર માર્યો હતો. તે પછી તેને પોલીસને હવાલે કરી દીધો હતો. હાલ બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી

(6:15 pm IST)