Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

રાજયમાં સાર્વત્રિક વાવણી લાયક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે

રાજકોટ :દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ગતિવિધિ દેશલેવલે અટકી ગઈ છે, હાલ તો નોંધપાત્ર વરસાદની શકયતા નહિંવત છે. એકલ - દોકલ વિસ્તારમાં છાંટાછૂટી થાય. હાલ પવનનું પણ વધુ જોર હોય તે પણ વરસાદ ન આવવાનું એક કારણ છે દેશના ૨૦ ટકા ભાગોમાં જ માત્ર વરસાદ છે હાલ તો ખેડૂતો માટે વાવણીલાયક વરસાદ નથી તેવુ હવામાન વિશેષજ્ઞો જણાવે છે, ચોમાસાના બ્રેકની ગતિવિધિ હજુ લાંબો સમય ચાલે તેવુ મનાઈ રહ્યુ છે

(12:00 pm IST)