Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

અમદાવાદના ટેણીયાએ કમાલ સર્જી :શોર્યેએ 1 મિનિટમાં 100 કરન્સીમાંથી 72 કરન્સી ઓળખી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

શૌર્યએ પાંચ વર્ષની ઉમરે 200 કેપિટલમાંથી 198 કેપિટલ 5 મિનિટમાં ઓળખી બતાવી ઇન્ડિયા બજક ઓફ રેકોર્ડ બનાવ્યો.હતો

અમદાવાદ : થલતેજમાં રહેતા અને 4 ધોરણમાં અભ્યાસ કરતા શૌર્ય સારદાએ કમલ સર્જી છે માત્ર 8 વર્ષની  ઉંમરે એવી સિદ્ધિ હાંસલ કરી છે કે જેનાથી તેણે પોતાની સાથે પરિવાર અને શહેર અને રાજ્યનું નામ રોશન કર્યું છે. કેમ કે તાજેતરમાં એટલે કે આજે તેણે 1 મિનિટમાં 100 કરન્સીમાંથી મોટા ભાગની કરન્સી ઓળખી બતાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે

શૌર્ય સારદાના પરિવારમાં તેની મોટી બહેન, માતા પિતા અને પરિવારજનો છે. શૌર્યના પિતા વિરેન્દ્રભાઈની વાત માનીએ તો શૌર્યને ગણિતમાં વધુ રસ છે.

શૌર્યએ પાંચ વર્ષની ઉમરે 200 કેપિટલમાંથી 198 કેપિટલ 5 મિનિટમાં ઓળખી બતાવી ઇન્ડિયા બજક ઓફ રેકોર્ડ બનાવ્યો. બાદમાં 7 વર્ષની ઉંમરે 500 વર્ષની તારીખ બતાવે અને તે દિવસનો વાર ઓળખી બતાવે. જેમાં 5 મિનિટમાં સૌથી વધુ દિવસ ઓળખી બતાવી બીજો લિમ્કા બુક ઓફ રેકોર્ડ મેળવ્યો.

આજે તેણે ત્રીજો રેકોર્ડ સર કર્યો અને તે છે 1 મિનિટમાં જ 100 કરન્સીમાંથી 72 કરન્સી ઓળખી બતાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો. જે રેકોર્ડ પાછળ શૌર્યની માતા હેમાબેને શૌર્યની મહેનત સાથે પરિવારની પણ મહેનત હોવાનું જણાવાયુ હતું

 

   
(10:26 pm IST)